Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

મોટાદડવાની જમીનના કૌભાંડ અન્વયેની ફરિયાદમાં રિપોર્ટ રજૂ કરવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ર૧: પી.આઇ.ની પત્ની તથા ગોંડલ નાયબ મામલતદાર કચેરીના જવાબદાર અધીકારી તેમજ અન્યો વિરૂધ્ધ જમીન કૌભાંડ આચર્યા અંગેની ફરિયાદ કોર્ટમાં થતાં કોર્ટે ફરિયાદને રજીસ્ટરે લઇને તપાસ રિપોર્ટર જૂ કરવાનો હુકમ કરેલ છે.

જસદણ કોર્ટના મેજીસ્ટ્રેટશ્રી વ્યાસે મોટા દડગા ગામના રહેવાસી ભોવાનભાઇ મેવાડા એ.આઇ.પી.સી.ની કલમ ૪૬પ, ૪૬૭, ૪૭૧, ૧૧૪, ૧ર૦(બી) મુજબની કરેલ ફરીયાદના આધારે પી.આઇ. અને તેમનાં પત્ની તથા કીશોર બેચર રાદડીયા, વીપુલ પાંચાણી તેમજ ગોંડલ નાયબ મામલતદાર કચેરીના જવાબદાર અધીકારીઓ વિરૂધ્ધ ફરીયાદ રજીસ્ટરે લઇ આગળની કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત બનાવ બન્યા બાદ ફરીયાદીએ આ પી.આઇ.ના પત્ની મનીષાબેન દ્વારા ઉભો કરવામાં આવેલ દસ્તાવેજ વાળી જમીન અંગે રેવન્યુ રેકર્ડમાં ઝીણવટ ભરી તપાસ કરતા જાણવા મળેલ હતું કે આ પી.આઇ.ના પત્નીએ ખરીદ કરેલ જમીનના મુળ માલીક કીશોર બેચર રાદડીયા હતા અને આ કીશોર બેચર રાદડીયા એ સદરહું જમીનનો દસ્તાવેજ પોતાને આ જમીન વારસામાં મળેલ છે તેવી એન્ટ્રીઓ ગોંડલ નાયબ મામલતદાર કચેરીના જેતે વખતના જવાબદાર અધિકારીઓ સાથે મીલાપીપણું કરી વર્ષ ર૦૦૩ માં રેવન્યુ રેકર્ડમાં રેવન્યુ સવે નં. ૩૬૪/૧ તથા ૩૬૪/ર વાળી જમીન પોતાને વારસામાં મળેલ હોવાની બોગસ એન્ટ્રીઓ ઉભી કરી અને વીપુલ પાંચાણીને દસ્તાવેજ કરી આપેલ જે વીપુલ પાંચાણીએ મનીષાબેનને દસ્તાવેજ કરી આપેલ હતો.

આ ફરિયાદની વિગત એવી છે કે, ફરીયાદીએ તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથે આટકોટ પોલીસને લેખીત ફરીયાદ આપેલ હતી પરંતુ પોલીસ દ્વારા કોઇજ કાર્યવાહી કરવામાં ન આવતાં આખરે જસદણ કોર્ટમાં ફરીયાદ કરવામાં આવેલ અને જસદણ કોર્ટના મેજીસ્ટ્રેટશ્રી વ્યાસે ફરીયાદીની ફરીયાદ રજીસ્ટરે લેવા હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડિત, બલરામ પંડિત, ભાવીષા પંડિત, નીલેષભાઇ ખુમાણ, ગૌતમ શિરવાણી, રિધ્ધી રાજા, મહેશ પુંદ્યેરા વીગેરેે રોકાયેલા હતા.

(3:24 pm IST)