Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

આર.એમ.સી સામે ગવર્મેન્ટ કોન્ટ્રાકટના નાણા ચુકવવા અંગેની દરખાસ્ત મંજુર

રાજકોટ તા.૨૧: આર.એમ.સી. સામે ગવર્નમેન્ટ કોન્ટ્રાકટરના નાણાં ચુકવવા બાબતની દરખાસ્ત કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી હતી જેના અનુસંધાને રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા ગવર્નમેન્ટ કોન્ટ્રાકટની લેણી રકમના નાણાં ચુકવવા બાબતની દરખાસ્તમાં આર.એમ.સી.દ્વારા લેણી રકમ કોર્ટમાં જમા કરાવવામાં આવેલ હતી.

આ કેસની વિગત મુજબ રાજકોટમાં ટેન્ડર દ્વારા કોન્ટ્રાકટ મેળવ્યા બાદ અનિવાર્ય કારણોસર કામ પુરૂ થવામાં વિલંબ થતા આર.એમ.સી. દ્વારા નિર્ધારિત લેણી રકમ કોન્ટ્રાકટર અંશ ઇન્ક્રાાસ્ટ્રકચરને આપવામાં આવેલ ન હતુ. જેથી તેઓ દ્વારા કોન્ટ્રાકટની શરતો મુજબ આર્બિટ્રેશન ટ્રીબ્યુનલમાં અરજી કરેલ હતી. આર્બિટ્રેશન ટ્રીબ્યુનલ દ્વારા સદર બાબતે કોન્ટ્રાકટર અંશ ઇન્ક્રાસ્ટ્રકચરની તરફેણમાં એવોર્ડ પાસ કરવામાં આવેલ અને તે એવોર્ડ મુજબની રકમ અરજીની તારીખથી ૧૦ ટકા વ્યાજ સાથે ચુકવવા બાબતનો હુકમ કરવામાં આવેલ. ત્યારબાદ પણ આર.એમ.સી.દ્વારા સદર નાણા ભરપાઇ ન કરાતા રાજકોર્ટ ડીસ્ટ્રીકટ કોર્ટમાં એવોર્ડ મુજબના નાણાં ભરપાઇ કરવા બાબતની દરખાસ્ત કરવામાં આવેલ, તેના આર.એમ.સી. દ્વારા પણ આર્બિટ્રેશન ટ્રીબ્યુનલના એવોર્ડ સેટૃસાઇડ કરવા બાબતની અરજી કરવામાં આવેલ.

ત્યારબાદ રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા સદર દરખાસ્તમાં આર.એમ.સી. દ્વારા રજુ થયેલ વાંધા નામંજુર કરવામાં આવતા દરખાસ્ત મુજબની રકમ ભરપાઇ કરવા અંગે આર.એમ.સી.ને નોટીસ કરવામાં આવેલ હતી. જેની સામે આર.એમ.સી. દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવેલ જેનો નિર્ણય પણ હાલના દરખાસ્તદારની તરફેણમાં આવતા આર.એમ.સી દ્વારા એવોર્ડ મુજબની રકમ અરજીની તારીખથી ૧૦ ટકા વ્યાજ સાથે ચુકવી આપેલ છે. તથા ડીક્રી સટીસફાઇડ કરેલ છે.

આ કેસમાં અંશ ઇન્ક્રાસ્ટ્રકચર વતી રાજકોટના ધારાશાસ્ત્રી મેઘાવી જે.ગજ્જર રોકાયેલ હતા.

(3:23 pm IST)