Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

લાભુભાઇ દંતવૈદ્યને ત્યાં સંત પૂનિતના જન્મ દિવસની ભકિતમય ઉજવણી

રાજકોટ તા. ૨૧ : પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા સંતપૂનિતની ૧૧૧ મી જન્મ જયંતિ નિમિતે દંતવૈદ્ય લાભુભાઇને ત્યાં ચિત્રકુટ, જનતા સોસાયટી ખાતે ધૂન ભજન, પાદુકા પુજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જયેશભાઇ નથવાણી, બિહારીભાઇ ભોજાણી, જેન્તીભાઇ માંડલીયા, યતીનભાઇ ગરાચ, દેવાંગ જાની, ભરતભાઇ ગોંડલીયા, દવેભાઇ, મહેન્દ્રભાઇ લાખાણી, દિપકભાઇ જોબનપુત્રા, વિજયભાઇ રાચ્છ, ગુણવંતભાઇ ઠકકર, સુંદરલાલ પાંઉ દંપતિ, બાબુભાઇ પેંડાવાળા દંપતિ, ધનવંતભાઇ નથવાણી દંપતિ, વિજયભાઇ ફુલછાબવાળા, માવજીભાઇ મોજીદ્રા, બિપીનભાઇ ઠાકર, મનસુખભાઇ વરીયા, ભરતભાઇ ગોલાણીયા, પ્રફુલ વાગડીયા, અમૃતલાલ મકવાણા, દિપકભાઇ અનડકટ, કનુભાઇ વાગડફીયા ઉપસ્થિત રહેલ. ભાવિકોને પુનિતભાઇ દંતવૈદ્ય ડો. સિધ્ધાર્થભાઇ શુકલ તથા પરીવારે આવકારેલ.

(1:44 pm IST)