Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

એલન કરિયર દ્વારા ઓરિયેન્ટેશન યોજાયું

એલન કરિયર ઈન્સ્ટીટ્યુટ રાજકોટ દ્વારા પરંપરાગત રીતે તેમના 'ઓરિએન્ટેશન સેશન'નું આયોજન ધો. છથી ૧૦ના વિદ્યાર્થીઓ માટે એક મંચ પર ૧૯ મેનાં રોજ કરવામાં આવ્યું હતું. આ આયોજન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રાજકોટ ખાતે કરાયું હતું. આ સેશનમાં એલનના વાઈસ પ્રેસિડન્ટ તુષાર પારેખે તેમના વકતવ્યમાં યુવાન વિદ્યાર્થીઓને તેમના ભાવિ લક્ષ્યોની પ્રાપ્તિ માટે પ્રેરણા આપી હતી. આ ઊર્જાવાન સેશનનું સંચાલન રાજકોટ સેન્ટરના હેડ રજનીશ શ્રીવાસ્તવે કર્યુ હતું. જેમાં એન્જિનિયરીંગ અને મેડિકલની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને તેમને હાલના સ્પર્ધાત્મક સ્તરની જાણકારી આપી હતી. આઉપરાંત વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષના અભ્યાસક્રમ અંગે તથા અનોખી એલન સિસ્ટમની જાણકારી પીએનસીએફ કોઓર્ડિનેટર પૂજા પાંડેએ આપી હતી.

(10:32 am IST)
  • ઈન્ડિયા ટુડે ગ્રુપ સાથે એકિઝટ પોલ સરદાર એકિઝસ્ટ માય ઈન્ડિયાએ તેની વેબસાઈટ ઉપરથી બેઠકો વાઈઝ આપેલા તમામ ડેટા હટાવી લીધા છે : કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના કોને કેટલા ટકા મત મળ્યા તે સહિતના ડેટા એક એકિઝટ માય ઈન્ડિયાએ દૂર કરતાં એવું માનવામાં આવે છે કે નવી અપડેઈટ કરેલી માહિતી ટૂંક સમયમાં તેઓ આપી રહ્યા છે access_time 4:56 pm IST

  • મધ્યપ્રદેશના ઝાંસી ખાતે ઈવીએમ ભરેલી બે ગાડીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો : આ ઈવીએમ ભરેલી બંને ગાડીઓ માર્કેટ યાર્ડમાં મૂકીને કર્મચારીઓ ભાગી ગયાનું વિકાસ યોગી નામના પત્રકારે ટ્વીટ કરીને જણાવ્યુ છે access_time 3:51 pm IST

  • દિલ્હીમાં ઇવીએમ સાથે વીવીપેટની ૧૦૦ ટકા રસીદો સરખાવવાનો મામલોઃ સુપ્રિમે કડક શબ્દોમાં કહ્યું આ શું બકવાસ છે? : દિલ્હીમાં ઇવીએમ સાથે વીવીપેટની ૧૦૦ ટકા રસીદો સરખાવવાનો મામલોઃ સુપ્રિમે કડક શબ્દોમાં કહયું આ શું બકવાશ છે? સુપ્રિમકોર્ટે અરજી ફગાવીઃ ચેન્નાઇના કેટલાક ટેકનોક્રેટે કરી હતી માગઃ વીવીપેટના ૧૦૦ ટકા કાઉન્ટીંગની હતી માગ access_time 12:43 pm IST