Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

રાજકોટના શાપર -વેરાવળના દલિત મૃતકના પરિવારજનોને 8,25 લાખની સહાય :દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે :પ્રદીપસિંહ જાડેજા

આ કેસમાં એટ્રોસીટી એક્ટ હેઠળ અને ભારતીય દંડ સહિતાની કલમ 302 હેઠળ ગુનો નોંધાયો છે

રાજકોટના શાપર -વેરાવળમાં દલિત યુવકની માર મારીને હત્યા નિપજાવવાના બનાવમાં રાજય સરકાર દ્વારા મૃતકના પરિવારને 8.25 લાખની સહાયની જાહેરાત  કરાઈ છે આ મામલે કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે તેમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું હતું.

   પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે દરેક સમાજનું રક્ષણ કરવું એ અમારી જવાબદારી છે. આ કેસમાં એટ્રોસીટી એક્ટ હેઠળ અને ભારતીય દંડ સહિતાની કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જવાબદારો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશ મૃતકના પરિવારને સહાય પેટે. 8.25 લાખની ચુકવણી કરવામાં આવશે તેવી જાહેરાત પણ પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.

(8:05 pm IST)