Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયર્સ દ્વારા 'વર્લ્ડ ટેલીકોમ્યુનીકેશન ડે' ની ઉજવણી

 રાજકોટ : સમગ્ર વિશ્વમાં ટેકનીકલ સંસ્થાઓ દ્વારા ૧૭મી મેના રોજ 'વર્લ્ડ ટેલીકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે' તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે યુ.એન. યુનાઇટેડ યુનિયન દ્વારા ૨૦૧૮ માટે કથાવસ્તુ Enabling the Positive Use of Artificial Intelligence for All 'કૃત્રિમ જ્ઞાનના હકારાત્મક ઉપયોગની જરૂરીયાત બધા માટે છે.' રાખવામાં આવેલ જે અંતર્ગત ચાલુ વર્ષે ધી ઇન્સ્ટીટયુશન ઓફ એન્જીનીયર્સ (ઇન્ડિયા), સોૈરાષ્ટ્ર લોકલ સેન્ટર રાજકોટ અને એ.વી. પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ રાજકોટના સંયુકત ઉપક્રમે એન્જી અશોકકુમાર ઉપાધ્યાય પ્રિન્સીપાલ જનરલ મેનેજર, ટેલિકોમ ડિસ્ટ્રીકટના મુખ્ય મહેમાન પદે AVPTI કોમ્પ્યુટર એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ ના ખાતે વાર્તાલાપ યોજવામાં આવેલ હતો.

નિલેશ ગાંભવા દર્શન ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી અને નિરજ રાજેશકુમાર ત્રિવેદી લેકચરર એ.વી.પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ, દર્શીતા સુર્યકાંન્તભાઇ પાઠક લેકચરર, એ.વી.પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ દ્વારા વિસ્તૃત છણાવટ કરાઇ હતી. શરૂઆત પ્રાર્થના ગીત બાદ મહેમાનોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવેલ. ડો. એે.એસ. પંડયા, પ્રિન્સીપાલ, એ.વી. પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ રાજકોટ તેમજ એન્જી. નવીન આર. કાલરીયા ઓનરરી સેક્રેટરી IEI, સોૈરાષ્ટ્ર લોકલ સેન્ટર રાજકોટ બન્ને દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા તમામ એન્જીનીયર્સ તેમજ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ વગેરેનું સ્વાગત કરેલ. એન્જી. દિપક વી. સચદે, ચેરમેન, એકટીવીટી સબ કમીટી સોૈરાષ્ટ્ર લોકલ સેન્ટર રાજકોટ દ્વારા સોૈરાષ્ટ્ર લોકલ સેન્ટર રાજકોટ દ્વારા કરવામાં આવતી ટેકનીકલ એકટીવીટી અને હવે પછી ભવિષ્યમાં કરવામાં આવનાર એકટીવીટીન માહિતી આપવામાં આવેલ. બાદ પ્રસંગને અનુરૂપ આજના મુખ્ય મહેમાન એન્જી. અશોકકુમાર ઉપાધ્યાય (પીજીએમ ટેલિકોમ) એ ઉદબોધન કરેલ હતું. કાર્યક્રમના અંતમાં એવીપીટીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી.

(4:37 pm IST)