Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ગોવાળ ચરાવવા લઇ જતો'તોને ગાયો પકડી લેવાઇઃ મેયરને માલધારી આગેવાનોની રજૂઆત

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીએ શહેરની હદ બહાર એટલે કે નવાગામ વિસ્તારમાં ગોવાળ ગાયોને ચરાવવા લઇ જતો હતો તે વખતે ૪ જેટલી ગાયોને પકડીને ઢોર ડબ્બે પુરી દેવાતા આજે માલધારી આગેવાન રણજીત મુંઘવા, કરણ ગમારા, ગોપાલભાઇ સરસીયા વિગેરેએ આ બાબતે મેયર ડો. જૈમન ઉપાધ્યાયને ઉગ્ર રજૂઆત કરી હતી તે વખતની તસ્વીર. મેયરે આ પ્રકરણમાં તપાસ કરાવીને તથ્ય તપાસીને ગાયોને છોડી દેવા ખાત્રી આપી હતી.(તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:36 pm IST)
  • એફ્રોએશિયા બેંક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યુ' ના હેવાલ મુજબ 8,230 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી ધનિક દેશ છે. આ યાદીમાં અમેરિકા 62,584 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યાર બાદ 24,803 અબજ ડોલરની સંપત્તિ સાથે ચીન બીજા ક્રમે અને 19,522 અબજ ડોલરની સંપત્તિ સાથે જાપાન ત્રીજા ક્રમે છે. access_time 5:52 am IST

  • પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. access_time 6:19 am IST

  • લોકશાહી બચાવવા તમામ પક્ષોએ એકજુથ થવું જરૂરી :2019માં ભાજપને હરાવવા આમઆદમી પાર્ટી તમામ વિપક્ષ સાથે મળીને લડશે :આજે બંધારણ ખતરામાં છે અને તેને બચાવવું સમયની માંગ છે :આપના સાંસદ સંજયસિંહએ કહ્યું કે કુમારસ્વામીના શપથ સમારોહમાં આપ પાર્ટી જોડાશે access_time 1:38 am IST