News of Monday, 21st May 2018

અજરામર સંઘને આંગણે સ્થા. સંઘોનું સ્નેહમીલન યોજાયું

પૂ.ઈન્દુબાઈ મ.સ.,પૂ.કમલપ્રભાબાઈ મ.સ.આદિ ઠાણા ૯ ના પાવન સાનિધ્યમા

રાજકોટઃ તા.૨૧, અજરામર સંપ્રદાયના ગચ્છાતિપતિ આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના પૂ.ઈન્દુબાઈ મ.સ.,પૂ.કમલપ્રભાજી મ.સ.આદિ ઠાણા ૯ ના પાવન સાનિધ્યમાં રવિવાર તા.૨૦ ના પાવન દિવસે સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘના કમિટી મેમ્બર,હોદેદારોનું શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ દ્રારા બપોરના ૧૧:૩૦ કલાકે અજરામર જૈન સંઘને આંગણે  સંઘ સ્નેહ મિલનનું સ્વરૂચિ ભોજન સાથેનું  આયોજન કરવામાં આવેલ.

 અજરામર સં.ના પૂ.ઈન્દુબાઈ મ.સ. આદિ ઠાણાઓએ પંચમેષ્ઠિ નમસ્કાર મહા મંત્રનું સ્મરણ કરાવી કાર્યક્રમનો શુભારંભ કરાવેલ.અજરામર કંકુ મહિલા મંડળના બહેનોએ સ્વાગત ગીત રજુ કરેલ. સંઘ પ્રમુખ મધુભાઈ ખંધારે  શબ્દોથી સ્વાગત  કરેલ.

અજરામર સં.ના પૂ.કૃતજ્ઞાજી મ.સ. તથા પૂ.કમલપ્રભાબાઈ મ.સ.એ   આર્શીવચન પાઠવેલ. કાર્યક્રમ મધ્યે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અનિલભાઈ દેસાઈનું   બહુમાન કરવામાં આવેલ.ગોંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી, રોયલ પાર્ક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે પ્રાંસગીક  ઉદ્બોધન કરેલ. સરદાર નગર સંદ્યના હરેશભાઈ વોરાએ પૂ.મહાસતિજીઓને સરદાર નગર સઘમાં લાભ આપવા વિનંતી કરેલ.મોટા સંઘના ઉપ પ્રમુખ શશીભાઈ વોરા તથા  સુરેન્દ્રનગર સરદાર સંઘના અગ્રણી હસુભાઈ શીયાણીવાળાએ પણ હર્ષની લાગણી વ્યકત કરેલ.  ધર્મનગરી રાજકોટના વિવિધ સંઘો તથા જુનાગઢ, સરેન્દ્રનગર, લીંબડી, વાકાનેર, ધોરાજી, જેતપુર, સરા,  છત્ત્।ર, મોરબી, થાન સહિત ઉપસ્થિત દરેક સંઘોના સંઘપતિઓનું અજરામર સંઘ દ્રારા કચ્છી શાલ વગેરેથી   સન્માન કરવામાં આવેલ. આભાર વિધી એડવોકેટ કમલેશભાઈ શાહે કરેલ. સમગ્ર કાર્યક્રમનું   સંચાલન જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ કરેલ.

જુનાગઢ સંઘના પ્રમુખ લલિતભાઈ દોશી તથા રાજકોટ નેમિનાથ  વીતરાગ સંઘના પ્રમુખ ભરતભાઈ દોશીએ હવેનું આયોજન પોતાને ત્યાં થાય તેવી ભાવના વ્યકત કરેલ. 

 અજરામર સંઘ પ્રમુખ મધુભાઈ ખંધાર તથા કિરીટભાઈ સંઘવી, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિજયભાઈ શાહ,  હિતેશભાઈ તલસાણીયા, અપૂલભાઈ દોશી,  દિલીપભાઈ સંઘવી, મહેન્દ્રભાઈ સંદ્યવી,અલ્કેશભાઈ ગોસળીયા,મહેશભાઈ શાહ, હિતેશભાઈ કોઠારી, અજરામર સોશ્યલ ગ્રુપ તથા પ્રતાપભાઈ વોરા, સુશીલભાઈ ગોડા સહિત અનેક સંઘ સેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.  પૂ.ઈન્દુબાઈ મહાસતિજીએ મંગલ પાઠ માંગલિક ફરમાવેલ. અજરામર સંપ્રદાયના છબીલભાઈ શેઠ, એડવોકટ વિનોદભાઈ ગોસળીયા, અબતકના સતિષભાઈ મહેતા, ચંદ્રકાન્તભાઈ દોશી ( સરાવાળા) સહિત અનેક શ્રેષ્ઠિવર્યો ઉપસ્થિત રહેલ. તેમ અજરામર સ્થાનકવાસી જૈન સંઘની યાદિમા જણાવાયું છે.

(4:36 pm IST)
  • કોંગી ધારાસભ્યે ખોલી પાર્ટીની પોલ :મારી પત્ની અને કોઈ ભાજપ નેતા વચ્ચે વાતચીત થઇ નથી :કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબબરે કહ્યું આવી કોઈપણ ઓડીઓ ટેપ નકલી :કોંગ્રસે એક ઓડીઓ ટેપ જાહેર કરીને દાવો કર્યો હતો કે ભાજપે હેબરનું સમર્થન હાંસલ કરવાના બદલામાં તેની પત્નીને 15 કરોડની ઓફર કરી છે access_time 7:35 pm IST

  • એફ્રોએશિયા બેંક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યુ' ના હેવાલ મુજબ 8,230 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી ધનિક દેશ છે. આ યાદીમાં અમેરિકા 62,584 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યાર બાદ 24,803 અબજ ડોલરની સંપત્તિ સાથે ચીન બીજા ક્રમે અને 19,522 અબજ ડોલરની સંપત્તિ સાથે જાપાન ત્રીજા ક્રમે છે. access_time 5:52 am IST

  • ઋષિકેશ-ચારધામ યાત્રામાં 90 નવી બસ સામેલ કરાશે : ચારધામ યાત્રા જોરશોરથી શરુ છે એવામાં પરિવહન વિભાગ પણ પોતાની તરફથી યાત્રાના સફળ સંચાલન માટે ગંભીર છે ચાર ધામ યાત્રામાં આવેલા યાત્રિકોને કોઈ સમસ્યા થાય નહીં એટલા માટે પરિવહન નિગમ બસનો નવો કાફલો જોડવા જઈ રહયું છે access_time 5:43 am IST