Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કાર્પેટ વેરામાં ગોલમાલ : હાઇકોર્ટના દ્વાર ખખડાવવા કોર્પોરેટર જાગૃતિબેનની ચિમકી

કાર્પેટ વેરામાં ગેરરીતિ અંગે ૨૬૬ દિ' અગાઉ મ્યુ. કમિશ્નરને રજૂઆત કરાયેલ છતાં કોન્ટ્રાકટરને માત્ર નોટીસ : કોંગ્રેસના આક્ષેપો

રાજકોટ તા. ૨૧ : મ્યુ. કોર્પોરેશન દ્વારા અમલી બનાવાયેલ કાર્પેટ વેરાની આકારણીમાં ગોલમાલ અંગે હાઇકોર્ટના દ્વાર ખખડાવવા વોર્ડ નં. ૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ચિમકી ઉચ્ચારી છે.

કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરની યાદી જણાવે છે કે હાલ મ્યુની કમિશ્નર દ્વારા તા.૧૯/૫/૨૦૧૮ના રોજ એજન્સીને ફકત ચેતવણી આપેલ છે અને વેરાની કામગીરીમાં અંધાધૂંધી સર્જાય છે તે અંગે મ્યુની.કમિશ્નર શ્રી બંછાનિધિ પાની સાહેબને આગાઉ અમોએ તા.૨૮/૮/૨૦૧૭ના રોજ ઈનવર્ડ નં.૧૭૭ થી લેખિત રજૂઆત કરેલ હતી જેમાં, કાર્પેટ એરિયા મુજબ જે કામગીરી કરવામાં આવેલ હતી અને તેના રી સર્વે શા માટે કરવામાં આવેલ ? અને જે એજન્સીને કામ આપવામાં આવેલ હતું તેની સામે પગલા શા માટે નહિ ? અને બિન અનુભવી સ્ટાફ રાખી કામ કરાવવામાં આવેલ છે અને મનપાનું તંત્ર શું આ એજન્સીને છાવરી રહી છે ? અને બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તેમજ આ લેટર અન્વયે એજન્સી સામે શું પગલા ભર્યા તેવું સ્પષ્ટ અમોએ આ લેખિત પત્રમાં જણાવ્યું હતું.અને જેને આજે ૨૬૬ દિવસો થયેલ છે તેમ છતાં આ પત્ર સબંધે કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

વધુમાં વોર્ડ નં. ૧૩, ૩, ૧૪ મેયરશ્રીનો વોર્ડ માં કોર્પોરેશનના અધિકારીઓ પાસે રી સર્વે કરાવેલ શા માટે ? એજન્સીને પ્રજાના પરસેવાના નાણાનુંચુકવણું શા માટે કરી દેવામાં આવ્યું ? એજન્સીનું પેમેન્ટ સ્ટોપ શા માટે ના કર્યું? એક પ્રજાના ચુંટાયેલ પ્રતિનિધિ તરીકે અમારી વાત ધ્યાને લેવામાં ન આવેલ અને હવે મ્યુની. કમિશ્નર એજન્સીને ચેતવણી આપવાની વાતો કરે છે. અત્યાર સુધીમાં ૭૯૦૦ વાંધા અરજીઓ માંથી ફકત ૨૨૦૦ નો જ નિકાલ કરાયો. સાડાચાર લાખ મિલકતો ના બીલોમાં ફકત ૧ લાખ બીલો જ લોકોને મળ્યા છે આવી અનેક ક્ષતિઓ નવી કાર્પેટ એરિયા માં જોવા મળેલ છે જે બાબત અમો PIL કરી હાઈકોર્ટના દ્વારા ખખડાવશું લોકોના પ્રશ્નો માટે અમારે જે કાઈ પણ કરવું પડે તે તમામ કાયદાકીય કાર્યવાહી અમો કરશું અને સમયગાળામાં પરિણામ નહિ આવે તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે અમો આંદોલન કરીશું અને ઉપવાસ ઉપર બેસશું.

(4:35 pm IST)