News of Monday, 21st May 2018
રાજકોટ : પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૨૮મી પૂણ્યતિથિ નિમિતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ તેમજ સ્વ. રાજીવ ગાંધીજીએ ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપ્યો તેનો ૨૦૧૯માં પ્રથમવાર જે યુવક અને યુવતીઓ મતદાન કરવાના છે તેવા ૧૨૮ યુથનો મોમેન્ટો આપી તેઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખસ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડીયા હાજર રહ્યા હતા. શ્રી મોઢવાડીયાએ સંબોધન કરેલ કે ૨૧મી સદીના સ્વપ્નદૃષ્ટા, આધુનિક ભારતના ઘડતર માટે વિશેષ યોગદાન આપનાર સ્વ. રાજીવ ગાંધીના ૨૧મીમેના રોજ પૂણ્યતિથિ છે ત્યારે સ્વ. રાજીવજીને સ્મરણાંજલી એ જ યોગ્ય કહેવાય કે તેમના જીવન અને કામથી પ્રેરણા લઈ એક વિચાર સાથે કામ કરીએ. સ્વ. રાજીવજીના દેશના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ઈન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્ર કે કોમ્પ્યુટર ટેકનોલોજી કે પછી ટેલીકોમ્યુનિકેશન ક્ષેત્ર હોય આજે, ભારત દેશના લાખો યુવાનો વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે સફળ કામ કરી રહ્યા છે અને ભારત દેશ ટેકનોલોજીના ક્ષેત્રે ખાસ કરીને કોમ્યુટર, ઈન્ફોર્ર્મેશન, ટેલીકોમ, ક્ષેત્રમાં આગવી નામના ધરાવતો અગ્રીમ દેશ બની ગયો છે.
મહેશ રાજપૂતએ સંબોધન કરતા જણાવેલ કે ૧૮ વર્ષે મતાધિકાર, લોકશાહીનું કર્યુ 'નવસર્જન' સાથે પંચાયતી રાજમાં અમુલ સુધારા કરીને મહિલાઓ માટે ૩૩% બેઠકોથી મહિલા સશકિતકરણ માટે પગલા ભરીને મહિલાઓ મહિલાઓને રાજનીતિ ક્ષેત્રે ભાગીદાર બનાવ્યા. ટેકનોલોજી મિશન દ્વારા રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકી પોલીયો મુકત ભારતનું સ્વપ્ન સાકાર થયુ હોય તો તેની પાછળ સ્વ.રાજીવની દૂરદેશી દૃષ્ટિ જવાબદાર છે. આ કાર્યક્રમમાં ડો.હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, પ્રદિપસિંહ ત્રિવેદી, યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, એનએસયુઆઈ ઉપપ્રમુખ રોહિતસિંહ ડોડીયા, સેવાદળ મુખ્ય સંગઠક ભાવેશભાઈ ખાચરીયા, મહિલા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મનીષાબા વાળા, ઓબીસી ચેરમેન રાજેશ આમરણીયા, એ.સી. સેલ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, આઈટી સેલ ચેરમેન ભાર્ગવ પઢીયાર, માઈનોરીટી ચેરમેન યુનુસભાઈ જુણેજા, ફરીયાદ સેલ ચેરમેન આશિષસિંહ વાઢેર. પૂર્વ વિરોધ પક્ષના નેતા કેયુર મસરાણી, પ્રવિણભાઈ રાઠોડ, કોર્પોરેટરો ઘનશ્યામસિંહ જાડેજા, ઠાકરશીભાઈ ગજેરા, વોર્ડ નં.૭ પ્રમુખ કેતન જરીયા, વોર્ડ નં. ૧૮ પ્રમુખ દીપક ધવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૦)