Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

એસી નહિ, દેશી ટાઢક

ગરમીનો પારો ૪૫ ડીગ્રીએ પહોંચ્યો છે. એસીની ટાઢક અનિવાર્ય બની છે પણ મોટાભાગના લોકો પાસે એસીનો 'વૈભવ' હોતો નથી. આજે બળબળતા તાપમાં રેસકોર્ષ ખાતે વૃક્ષોના છાયડે પારી પર આરામ કરતા એક વડીલ તસવીરમાં દર્શાય છે. ધનવાનો ઉંઘની ગોળી લે, એસીમાં સૂએ છતાં નીંદર નથી આવતી. થાક મોટી ઔષધિ છે. થાકેલા માણસને ઘેનની દવા કે એસીની જરૂર નથી.

કિલક - કહાની તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(4:24 pm IST)