Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ડો. મોહિત પાંભરના દર્શન ડેન્ટલ કિલનિકનો શુભારંભ

રાજકોટ : પટેલ ચોક સર્કલ, હરીધવા માર્ગ, કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ડો. મોહિત પાંભરના દર્શન કિલનીકનો પ્રારંભ પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટેમ્પલ બોર્ડના ચેરમેન કેશુભાઈ પટેલના હસ્તે કરાયો હતો. આ પ્રસંગે પૂર્વ સંસદસભ્ય, પૂર્વ ધારાસભ્યો, વિવિધ કમીટીના ચેરમેનો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તેમજ મહામંત્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તથા સંતો - મહંતો ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેન્દ્રભાઈ ભટ્ટ અને વોર્ડ મહામંત્રી દિનેશભાઈ લીંબાસીયાએ તેમજ આભાર દર્શન ભગવાનજીભાઈ પાંભરે કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા ખોડલધામ ટ્રસ્ટના બંને વોર્ડના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં ડો. મોહિત પાંભરના 'દર્શન ડેન્ટલ કિલનીક'નો મંગલ પ્રારંભ કરતા તેમના નાના કેશુભાઈ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા તેમજ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયા, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસીયા, પૂર્વ ડે. મેયર વિનુભાઈ ધવા, જીલ્લા ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી તથા અન્ય મહાનુભાવો દૃષ્ટિગોચર થાય છે.

(4:11 pm IST)