Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ગરમીનો પ્રકોપઃ STમાં મૂસાફરોની સંખ્યા ઘટીઃ આવકમાં ૩૦ ટકાનું મોટુ ગાબડૂ

જો કે, રાજકોટમાં આવક યથાવતઃ રોજની ૪૫ લાખની આવક... :મુસાફરો એસટીની વોલ્વો કે ખાનગી બસની વધારે ડીમાન્ડ કરે છે...

રાજકોટ તા.૨૧: કાળઝાળ ગરમીનો ગુજરાત આખામાં પ્રકોપ છે તેની અસર એસ.ટી.મુસાફરો ઉપર પણ જોવા મળી છે. ૧૫ દિવસથી રાજ્યના જુદા જુદા જિલ્લાની બસ સેવામાં મુસાફરોની સંખ્યામાં સરેરાશ ૩૦ ટકા ઘટાડો નોંધાયો છે.

આવકમાં મોટુ ગાબડૂ પડ્યું છે મુસાફરો મોટા ભાગે એરકંડિશન્ડ બસ પ્રિફર કરી રહ્યા છે જેમાં એસ.ટી.ની વોલ્વો બસની સાથેસાથે ખાનગી બસ માટે માગ વધી છે. બપોરના સમયે એસ.ટી.ની બસો ખાલી જતી હોય, નિગમ બપોરના સમયે દોડતી બસોના સમયપત્રકમાં ફેરફાર કરે તેવી શકયતા છે.

દરમિયાન રાજકોટ એસટી ડિવીઝનના નિયામક શ્રી દિનેશ જેઠવાએ ''અકિલા''ને ઉમેર્યુ હતું કે, આવકમાં આપણે ત્યાં અસર નથી, વેકેશનને કારણે ટ્રાફીક ચિક્કાર છે, અને રોજની ૪૦ થી ૪૫ લાખની આવક થાય છે એકસ્ટ્રા બસો પણ ડીમાન્ડ પ્રમાણે દોડાવાય છે, જો,કે મૂસાફરો બપોર કરતા રાત્રીના સમયે વધૂ રહેતા હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

(4:41 pm IST)