Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

માધાપરમાં ગ્રામ પંચાયતના પ્યુન ગીરધરભાઇની ધોલધપાટઃ તેના પત્નિ-પુત્રી પર નિર્લજ્જ હુમલો

શેરીમાં શું બેઠો છો? કહી રામજી ગમારા, મુકેશ ગમારા અને ગોપી સોલંકીએ ગુંડાગીરી કરીઃ ત્રણેયે પહેલા ગામના સુનિલ બાબરીયાને માર માર્યો પછી ગીરધરભાઇ વાળંદના ઘરે ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૧: માધાપર ગામમાં ક્રાઇસ્ટ હોસ્પિટલ સામે નવરંગપરા મેઇન રોડ પર ખોડિયાર નિવાસ ખાતે રહેતાં માધાપર ગ્રામ પંચાયતના પ્યુન ગીરધરભાઇ બાબુભાઇ પોપટાણી (ઉ.૪૫) નામના વાળંદ આધેડને પોતે ઘર પાસે હતાં ત્યારે ત્રણ શખ્સોએ 'શેરીમાં કેમ બેઠો છો?' કહી કડા-પાઇપ-ઢીકાપાટુનો માર મારી તેના પત્નિ અને પુત્રી છોડાવવા આવતાં તેના પર પણ નિર્લજ્જ હુમલો કરતાં ફરિયાદ થઇ છે.

ગાંધીગ્રામ પોલીસે ગીરધરભાઇની ફરિયાદ પરથી રામજી ગમારા, મુકેશ ગમારા તથા ગોપી સોલંકી સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૩૫૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. ગીરધરભાઇના કહેવા મુજબ પોતે માધાપર ગ્રામ પંચાયતમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે અને પત્નિ ગીતાબેન, પુત્રી શિલ્પા તથા પુત્ર દિલીપ સાથે રહે છે. રવિવારે સાંજે સાડા આઠેક વાગ્યે પોતે ઘર બહાર બેઠા હતાં ત્યારે રામજી ભરવાડે આવીને 'અહિયા શેરીમાં કેમ બેઠો છો?' તેમ કહેતાં તેણે પોતાનું ઘર છે એટલે બેઠા છે તેમ જણાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દઇ મારકુટ કરવા માંડ્યો હતો.

એ વખતે પત્નિ અને પુત્રી દોડી આવતાં રામજીએ તેને પણ ગાળો દઇ પાઇપથી હુમલો કર્યો હતો. તેમજ પુત્રીનું બાવડુ પકડી ઘરમાંથી બહાર કાઢી હતી. એ વખતે મુકેશ ગમારા અને ગોપી સોલંકી પણ આવી ગયા હતાં અને તેણે પણ ગાળાગાળી મારામારી કરી જો પોલીસ ફરિયાદ કરશો તો મારી નાંખશું તેવી ધમકી આપી હતી. આ શખ્સોએ ગામના સુનિલભાઇ બચુભાઇ બાબરીયા સાથે પણ ઝઘડો કર્યો હતો. તેની સાથે ડખ્ખો કર્યા બાદ બધા પોતાના ઘરે આવ્યા હતાં. તેમ વધુમાં ગીરધરભાઇએ જણાવ્યું હતું. પી.એસ.આઇ. વી.સી. પરમારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ત્રણેય શખ્સોથી ગામ લોકો ખુબ ત્રાસી ગયા છેઃ આવતી કાલે આવેદન અપાશે

ગ્રામજનોએ જણાવ્યું હતું કે રામજી ભરવાડ, મુકેશ ભરવાડ અને ગોપી દરજી અવાર-નવાર ગામમાં કારણ વગર ગમે તેની સાથે ઝઘડા કરતાં રહે છે અને ગમે તેની સાથે કોઇપણ જાતના વાંક વગર મારકુટ કરી હાથમાં પહેરેલા કડા મારી લે છે. લોકો ભયભીત થઇ ગયા હોઇ ફરિયાદ કરતાં પણ ડરે છે. આ વખતે ફરીથી હુમલો કરતાં આવતીકાલે મંગળવારે ગ્રામજનો આ ત્રણેય વિરૂધ્ધ પોલીસ કમિશ્નરશ્રીને રજૂઆત કરવા જશે. (૧૪.૧૦)

(1:04 pm IST)
  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST

  • આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અને યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST

  • ધોરણ 10ના રીઝલ્ટની તમામ તારીખો ખોટી : બોર્ડ દ્વારા એક પણ તારીખ જાહેર નથી કરાઈ હોવાની સ્પષ્ટતા : ૨૩ મે ના દિવસે પરીક્ષા સમીતીની બેઠક મળશે : બેઠક બાદ જાહેર કરાશે સાચી તારીખ : પાંચ પ્રકારની પ્રક્રિયા બાદ માર્કશીટ બનતી હોય છે : માર્કશીટ તૈયાર થયા પછી જ જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામના ૩ દિવસ પહેલા જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામની તારીખોને લઈને વાલીઓ ગેરમાન્યતામાં ન આવે તેવી કરાઈ અપીલ access_time 6:44 pm IST