Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

હવે પરીણામવાળી ! : ધો. ૧૦-૧૨ નીટ સહિતના પરીણામ જાહેર થશે

ચૂંટણી અને પરીક્ષાઓ પૂર્ણ થતાઃ સત્તાવાર તારીખ અનિશ્ચિતઃ ૧૨ દિવસમાં જાહેર થઈ જશે

રાજકોટ, તા. ૨૧ :. ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હવે શિક્ષણ બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના રીઝલ્ટનો ઘાણવો ટૂંક સમયમાં નિકળનાર છે.

જાણવા મળતી વિગતો મુજબ આગામી ૧૨ દિવસમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહ, ધો. ૧૦ તેમજ સીબીએસઈ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧૨નું પરીણામ, મેડીકલ માટેની નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થનાર છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૧૦ મે ના રોજ જાહેર થયુ હતું. ૧૦ દિવસના વિરામ બાદ ધો. ૧૨ સામાન્ય પ્રવાહ અને ધો. ૧૦નું પરિણામ મે માસ આખર સુધીમાં જાહેર થઈ જવાની શકયતા સૂત્રોએ વ્યકત કરી છે.

હજુ કઈ તારીખે કયુ પરિણામ ? તેની સત્તાવાર યાદી શિક્ષણ બોર્ડે જાહેર કરી નથી.(૨-૮)

(12:16 pm IST)