Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

૨૯ બી.એડ. કોલેજને શો-કોઝ નોટિસ

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરની કોલેજોને એનસીટીઇની ચીમકીઃ ૧ અઠવાડિયાથી માંડીને ૬ મહિનાનો સમય આપ્યો

રાજકોટ, તા.૨૧: નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજયુકેશનની વેસ્ટર્ન રિજયનની મળેલી બેઠકમાં ગુજરાતની ૨૯ બીએડ કોલેજોને નોટિસ ફટકરવામાં આવી છે. તેના કારણે શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે. એનસીટીઈએ તમામ કોલેજોને જે કંઈ દ્યટ છે તેની પૂર્તતા કરવા માટે સમય ફાળવ્યો છે. જો આ સમયમર્યાદામાં દ્યટ પુરી થશે નહીં તો માન્યતા રદ સુધીના પગલાં લેવાની ચીમકી છે.

એનસીટીઈના વેસ્ટર્ન રિજયનની ભોપાલ ખાતે મીટિંગ મળી હતી. મીટિંગમાં ગુજરાત અને મહારાષ્ટ્રની ૯૮ બીએડ કોલેજોનો મામલો હાથ પર લેવામાં આવ્યો હતો. આ તમામ કોલેજોમાં ટીચર્સની દ્યટ હતી. દ્યણી કોલેજોમાં અન્ય અનિયમિતતા માલૂમ પડી હતી. તેના પગલે કાઉન્સિલની બેઠકમાં આ તમામ કોલેજોને સમય આપવાનું નક્કી કરાયું હતું. હાલ તુર્ત ગુજરાતની ૨૯ કોલેજોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદ, ઉત્ત્।ર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની કોલેજને નોટિસ ફટકારવામાં આવી છે. આ કોલેજોને એક અઠવાડિયાથી માંડીને ૬ માસ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યાં સુધીમાં તમામ કોલેજોને જે કંઈ દ્યટ હોય તેની પૂર્તતા કરી લેવાની રહેશે. ત્યારબાદ પણ જો દ્યટ યથાવત રહેશે તો કોલેજની માન્યતા રદ કરવાના પગલાં લેવામાં આવશે તેમ કાઉન્સિલ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બીએડ કોલેજો મરવાના વાંકે જીવી રહી છે. બીએડના કોર્સમાં વારંવાર અને જોખમી પ્રયોગ કરવાના કારણે બીએડ કરવામાં કોઈને રસ રહ્યો નથી. બીએડ કોર્સની જે વેલ્યુ હતી તે ડાઉન થઈ ગઈ છે.(૨૨.૫)

(10:51 am IST)