Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રાજકોટમાં રાજગોર પરિવાર માટે કોવિડ કેર સેન્ટર ખુલ્લુ મુકતા મેયર સહિતના આગેવાનો

રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ૧પ વિજય પ્લોટ ગોંડલ રોડ ભુવન ખાતે રાજકોટ બ્રાહ્મણ પરિવાર દ્વારા પુ.મકતાનંદબાપુના આર્શિવાદથી ત્રીજુભાઇ ભરાડ અને જયંતિભાઇ તેરૈયાના માર્ગદર્શન હેઠળ કોવિડ સેન્ટરનો શુભારંભ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા મેયર પ્રવિણભાઇ ડવ તેમજ જ્ઞાતિના આગેવાનો જતિનભાઇ ભરાડ, બંકિમભાઇ મહેતા, સંજયભાઇ દવે, ડો. એન.ડી.શીલુ, ભરતભાઇ જોષી, રાજેશભાઇ શીલુ, જયેશભાઇ દવે સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં ખુલ્લુ મુકવામાં આવેલ આ કોવિડ સેન્ટરએ હોસ્પિટલ નથી પણ હોસ્પિટલમાં બેડ ન મળે ત્યા સુધી પ્રાથમીક સારવાર સેન્ટર છે. જેમા નર્સીગ સ્ટાફનું મોનીટરીંગ તથા જરૂર પડયે ઓકસીજનની વ્યવસ્થા તથા જરૂરી દવાઓ સંસ્થા દ્વારા આપવામાં આવશે વધુ વિગત માટે ૯૮રપર ૮૬પ૬૦ ઉપર સંપર્ક સાધવો.

(4:24 pm IST)