Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોનાને હરાવવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સતત કાર્યશીલઃ ડવ-પટેલ

તમામ હોસ્પિટલમાં કોરોનાની સારવારને આપેલ મંજુરી અને મેડીકલ સ્ટાફને પગારનાં પેકેજનાં નિર્ણયને આવકારતા મેયર અને સ્ટે.ચેરમેન

રાજકોટ,તા.૨૧: રાજયમાં ખુબજ ગતિથી ચાલી રહેલ કોરોના સંક્રમિત વેગને હરાવવા રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાત દિવસ જોયા વગર સતત કાર્યશીલ છે અને લોકોના સ્વાસ્થ્ય માટે રોજે રોજ નવા નિર્ણયો કરી રહ્યા છે. તેમ મેયર પ્રદીપ ડવ તથા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યુ હતુ. 

     આ અંગે પ્રદીપ ડવ અને પુષ્કર પટેલે જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી દ્વારા કોરોના દર્દીઓને બેડ માટેની પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી  ગઈ કાલે ગુજરાતની તમામ હોસ્પિટલો કોરોનાની સારવાર આપી શકશે અને આ માટે હોસ્પિટલે ફકત કલેકટરશ્રી અથવા મ્યુનિસિપલ કમિશનરશ્રીને જાણ કરવાનો નિર્ણય કરેલ છે આ ઉપરાંત રાજયમાં એક વર્ષથી વધુ સમયથી ડોકટર્સ, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓ દર્દીઓની સારવારમાં જોડાયેલ છે.

વધુમાં શ્રી ડવ અને પટેલે જણાવ્યુ હતુ કે, આ તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા નિષ્ણાંત ડોકટરોને ૨.૨૫ લાખ, મેડીકલ ઓફિસરને ૧.૨૫ લાખ તેમજ જુદા જુદા અન્ય સ્ટાફને આર્થીક પેકેજનો નિર્ણય  જાહેર કરેલ છે તે બદલ મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ આવકારેલ છે તેમજ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવેલ છે. મુખ્યમંત્રીશ્રીનો ઉપરોકત નિર્ણય કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે તેમ અંતમાં જણાવ્યું.

(4:07 pm IST)