Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રાજકોટમાં બપોર સુધીમાં વધુ ૨૨ ચા-પાનની દુકાનો સીલ

માસ્ક - સોશ્યલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ મ.ન.પા. અને પોલીસ દ્વારા કાર્યવાહી : ૧૫૦ ફુટ રીંગ રોડ, કોઠારિયા રોડ, ટાગોર રોડ, ગાંધીગ્રામ સહિતના વિસ્તારમાં સઘન ચેકીંગ

રાજકોટ તા. ૨૧ : મ્યુ. કોર્પોરેશન અને પોલીસ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ આજે બપોર સુધીમાં ચા-પાનની હોટેલો સહિતના ૨૨ વ્યવસાયિક એકમો સાત (૭) દિવસ માટે સીલ કરવામાં આવી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે, મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્યિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ ૨૨ વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં૧. જય તલસાણીયા હોટલ, ૧૫૦ ફુટ રિંગ રોડ, ૨. રાધે ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ, કોઠારીયા રોડ, ૩. નયન પાન, રામાપીર ચોકડી, ૪. દેવ દ્વારકાધીસ કોલ્ડ, ગાંધીગ્રામ, ૫. બાલાજી ટી સ્ટોલ, ટાગોર રોડ, ૬. સરગમ કોલ્ડ, ટાગોર રોડ, ૭. કનૈયા પાન એન્ડ કોલ્ડ, જામનગર રોડ, ૮. ખોડીયાર ટી હોટલ, જામનગર રોડ, ૯. શિવ ફેશન, કોઠારીયા રોડ, ૧૦. રાધે પાન એન્ડ ટી, જામનગર રોડ, ૧૧. ઓમ કાર્સ, જામનગર રોડ, ૧૨. ફેશન ફૂટવેર, કોઠારીયા રોડ, ૧૩. શ્રી રવેચી ટી સ્ટોલ, કૃષ્ણનગર મેઈન રોડ, ૧૪. ગાત્રાળ ડિલકસ, કૃષ્ણનગર મેઈન રોડ, ૧૫. શકિત ટી સ્ટોલ, કૃષ્ણનગર મેઈન રોડ, ૧૬. રાધે ક્રિષ્ના પાન, કોઠારીયા રોડ, ૧૭. જય દ્વારકાધીશ હોટલ એન્ડ પાન, સહકાર મેઈન રોડ, ૧૮. જય વાળીનાથ ડિલકસ, મોવડી રોડ, ૧૯. કે.કે.કે. ( કુળદેવી કૃપા કોર્નર) પાન એન્ડકોલ્ડ, કાલાવડ રોડ, ૨૦. તાજ પાન એન્ડ કોલ્ડ, કોઠારીયા રોડ, ૨૧. શ્રીજી હોટલ, કાલાવડ રોડ, ૨૨. આરઝુ સિલેકસન, નહેરૂનગર ૮૦ ફુટ રોડનો સમાવેશ થાય છે જે ૭ દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

(3:16 pm IST)
  • મહેસુલ મંત્રીના પીએ આત્મારામ પટેલનો જીવન દીપ કોરોનાએ બુઝાવ્યો : ગુજરાતના મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ ના પર્સનલ આસિસ્ટન્ટ અને જૂના રેવન્યુ ઓફિસર આત્મારામ ભાઈ પટેલનું દુઃખદ અવસાન થયેલ છે. તેમને કોરોના પોઝિટિવ આવેલ. access_time 6:27 pm IST

  • ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બપોર બાદ તોફાની પવન સાથે વરસાદની સંભાવના : ગુજરાતના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છેઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છના અમુક ભાગોમાં આજે બપોર બાદ તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે access_time 4:07 pm IST

  • કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના કાર્યાલયમાં મંત્રણાનો દોર શરૂ : જે રાજયોમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે તે રાજયોની આર્મી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવી આમ પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવે તેવા વિચાર કરી રહ્યા છે access_time 12:43 pm IST