Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ગરમીની સાથે રોગચાળો વધ્યોઃ ઝાડા - ઉલ્ટી - શરદી - ઉધરસના ૩૩૮ દર્દીઓ

સપ્તાહમાં ૨૦૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશઃ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ૨૧૫૮ ઘરમાં ફોગીંગઃ ૬૯ને નોટીસ

રાજકોટ તા. ૨૧: શહેરમાં ગરમીનો પારો ઉંચે જતા હવે પાણીની માંગ વધી છે તેની સાથો-સાથ પાણીજન્ય ઝાડા-ઉલ્ટી, મરડો, શરદી-ઉધરસ જેવ રોગચાળો પણ ધીમીગતીએ વકરી રહ્યો છે કેમકે છેલ્લા અઠવાડિયા દરમિયાન મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં નોંધાયેલ વિગતો મુજબ ૩૦૦ થી વધુ દર્દીઓની સારવાર આરોગ્ય કેન્દ્રમાં થઇ છ.ે

આ અંગે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડનાં જણાવ્યા પ્રમાણે તા. ૧૨ થી ૧૯ એપ્રિલ સુધીનાં છેલ્લા અઠવાડિયામાં  શર્દી-ઉધરસ-તાવના ર૧૭, દર્દીઓ, ઝાડા-ઉલ્ટીના ૧૦૯, ટાઇફોઇડ-મેલેરીયાના ૩, કમળના ૧અને મરડાના ૮ દર્દીઓ તંત્રના ચોપડે સતાવાર રીતે નોંધાયો છે.

૨૧૫૮ ઘરમાં ફોગીંગ

તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરીયા વિભાગ દ્વારા ૩૦ હજાર ઘરોનો સર્વે કરવામાં  આવ્યો હતો.જેમાં ૨૧૫૮ ઘરમાં ફોગીંગ કરવામાં આવ્યુ હતુ.મચ્છર ઉત્પતિ સબબ ૬૯ને નોટીસ ફટકારવામાં આવી હતી.

૨૦૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ફુડ વિભાગે છેલ્લા અઠવાડીયામાં ૨૦૩ કીલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

રોગચાળા અટકાયતી પગલાની ઉપરોકત તમામ કામગીરી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર ઇ.ચાર્જ આરોગ્ય અધિકારી ડો.પંકજ  રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ઇસ્ટ ઝોન ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન ડો. હિરેન વિસાણી, ડેઝીગ્રેટેડ ઓફીસર અમિતપંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્સ્પેકટરો ભરતભાઇ વ્યાસ, દિલીપદાન નાંધુ, રીતેશભાઇ પારેખ તથા ફુડ ઇન્સ્પેકટરો ચન્દ્રાકાંત ડી.વાઘેલા, હિમાંશુ જી.મોલિયા, કૌશિક જે. સરવૈયા, કેતન એમ.રાઠોડ તેમજ રાજુલા આર. પરમાર દ્વારા કરવામાં આવીહોવાનું આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યુ઼ છે. (૨૮.૪)

 

(4:03 pm IST)