Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વોર્ડ નં. ૧૩માં ટિપરવાન નાં ધાંધિયાથી ગંદકી

ડોર-ટુ-ડોર કચરો લેવા આવતી ટિપરવાન અનિયમિત હોવાથી લોકરોષઃ કોંગી કોર્પોરેટર નિતીન રામાણીની મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ તા.૨૧: શહેરના વોર્ડ નં. ૧૩માં છેલ્લા બે-બે મહિનાથી ડોર-ટુ-ડોર કચરો ઉપાડવા આવતી ટિપરવાનનાં ધાંધિયાથી વોર્ડમાં ગંદકીની સમસ્યા ઉભી થઇ છે.

આ અંગે વોર્ડ નં. ૧૩માં કોંગ્રેસના કોર્પોરેટર નિતીનભાઇ રામાણીએ મ્યુ. કમિશ્નરને કરેલી રજુઆતમાં જણાવાયુ છેકે વોર્ડ નં. ૧૩માં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા બે માસથી ટીપરવાન અંગેની અનેકવિધ ફરીયાદો અમોને મળ્યા રાખે છે. તેમાં મુખ્યતો ટીપરવાન ન આવવી, અનિયમિતતા, શેરીની અંદર ન આવવું વગેરે જેવી મહત્વીની ફરીયાદો છેલ્લા બે માસથી મળી રહી છે.

આ બાબતે અધિકારીઓને રજુઆત કરેલ છે તેમ છતાં પ્રશ્નહલ નથી થતો આથી કમિશ્નરશ્રીને ફરીયાદ કરવાની ફરજ પડી છે માટે હવે આ ટીપરવાનની ફરીયાદો ઉકેલી વોર્ડનં. ૧૩ની જનતા માટે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનની સુવિધા નિયમિત રીતે ચાલે તેવી વ્યવસ્થા કરવા કોર્પોરેટરશ્રીએ માંગ ઉઠાવી છે.(૧.૨૩)

(3:58 pm IST)