Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પંચાયત ચોકમાં કાર ચાલકની દાદાગીરીઃ ટ્રાફીક પોલીસે કાર ડીટેઇન કરતા ડખ્ખો કર્યો

રાજકોટઃ યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત ચોકમાં નો પાર્કીગ ઝોનમાં પડેલ કાર ટ્રાફીક પોલીસ તથા વોર્ડને ડીટેઇન કરી કારને લોક મારી દેતા કાર ચાલક વિફર્યો હતો અને પોતાની જાતે પોલીેસે કાર પર કરેલ લોક તોડી નાખ્યા હતા. જો કે કાર ચાલકની દાદાગીરી સામે ટ્રાફીક પોલીસે લાલ આંખ કરી કાર ડીટેઇન કરી હેડ કવાર્ટરમાં મોકલી આપી હતી. ટ્રાફીક પોલીસ અને કાર ચાલક વચ્ચેના ડખ્ખાને કારણે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. તસ્વીરમાં ટ્રાફીક પોલીસ કાર ડીટેઇન કરી લઇ જતી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)(૪.૧૭)

 

(3:57 pm IST)