Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

લાંબા સમયથી પડતર ૧૦૧ કેસોને પરત ખેંચવા કલેકટરની મંજુરી

કાલે લોક અદાલતમાં ૨૮૩ માંથી ૧૦૧ કેસો પાછા ખેંચાશે

રાજકોટ તા. ૨૧: પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ  રાજકોટ તરફથી આવતીકાલે યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલતમાં જિલ્લાની ૧૬ જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટ તરફથી ડોરમેન્ટ ફાઇલે મુકાયેલા ૨૮૩ કેસો પરત ખેચવા મંજુરી આપવા સબંધિત પબ્લીક પ્રોસીકયુટરશ્રીઓના અભિપ્રાય સાથે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને દરખાસ્ત રજુ કરવામા આવેલી.ડોરમેન્ટ ફાઇલ ઉપર એવા કેસો લેાના હોય છે કે લાબાં સમયથી પડતર હોય જિલ્લની કોર્ટોમાં ૧૯૮૫ ની સાલથી એટલે કે ૩૩ વર્ષથી પડતર હોય તેવા કેસો પણ નિકાલ બાકી કેસો તરીકે બોલતા હતા. કોર્ટ તરફથી ડોરમેન્ટ ફાઇલે એવા કેસો લેવામાં આવે છેકે જેમાં લાંબા સમયથી જામીનદાર કે આરોપીને સમન્સ બજતા ન હોય, જામીનદાર કે આરોપી અવસાન પામેલ હોય, તેમના સરનામાનો પતો ન હોય અને જુગારધારા અને પ્રોહીબીશન એકટ હેઠળના તેમજ રૂ.૨૦૦૦/- સુધીના ચોરીના કેસો અને રૂ.૫૦૦૦/- સુધીનો દારૂનો જથ્થો  પકડાયેલ હોય, જાહેરનામાના ભંગ સબબના, મુંબઇ પોલીસ અધિનિયમ-૧૩૫ હેઠળના કેસો, મોટર વ્હીકલ એકટ હેઠળના એટલેકે ગફલત ભરી રીતે વાહન ચલાવી ઇજા પહોચાડવા જેવા કેસોમાં આરોપીઓ લાબાં સમયથી મળી આવતા ન હોય આરોપીઓ પરપ્રાંતિય હોય અને મળી આવતા ન હોય તેવા કેસો તેમજ આઇ.પી.સી. હેઠળ હળવી સજાને પાત્ર હોય તેવા કેસો ડોરમેન્ટ ફાઇલ ઉપર લેવામાં આવે છે.

ડોરમેન્ટ ફાઇલ ઉપર લેવાયેલા જુના કેસોના કારણે કોર્ટનું કાર્યભારણ વધે છે તાકીદે ચલાવવા પાત્ર કેસોના નિકાલમાં વિલંબ થાય છે તે નિવારવા આવા ડોરમેન્ટ ફાઇલ ઉપર લેવાયેલા કેસો સબંધિત આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર ના અભિપ્રાય મેળવી પરત ખેંચવાની મંજુરી આપવાના અધિકાર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના છે. જેથી કોર્ટ તરફથી રજુ થયેલ ૨૮૩ કેસો પૈકી લાંબા સમયથી પડતર ૧૦૧ કેસો તા. ૨૨/૪/૨૦૧૮ની લોક અદાલતમાં પરત ખેંચવા જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ તરફથી મંજુરી આપવામાં આવેલ છે.

(3:52 pm IST)