Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પાટીદાર પ્રીમીયર લીગઃ શ્રીજી ઇલેવન રાજકોટ ચેમ્પિયન

રાજકોટઃ સંતશ્રી ભોજલરામ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સુરક્ષા સેતુ સોસાયટી શહેર પોલીસ દ્વારા પાટીદાર પ્રીમીયમ લીગ પી.પી.એલ. રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન થઇ છે. આ ટુર્નામેન્ટમાં ૯૬ ટીમે દાવેદારી નોધાવી હતી. ફાઇનલમાં શ્રીજી ઇલેવન રાજકોટ ચેમ્પીયન તેમજ રનર્સપ રાઇજીંગ સ્ટાર ઇલેવન રાજકોટ હતી વિજેતા ટીમને રૂ.૩૫,૫૫૫ રોકડ  તેમજ ૪.૫ ફુટની આર્કષક ટ્રોફી તેમજ રનર્સપ ટીમને રૂ.૧૫,૫૫૫ રોકડ તેમજ ૪ ફુટની આકર્ષક ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

 આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સીરીઝ મૌલીક સુદાણી, બેસ્ટ બેસ્ટમેન ગૌરાંગ પટેલ, બેસ્ટ બોલર ચીરાગ ભાલોડી, જ ફેર પ્લે ટીમ એવોર્ડ મોરબીની જેન્યુન ઇલેવને બાજી મારી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન ધનસુખભાઇ ભંડેરી (ગુજરાત ફાઇનાસીયલ બોર્ડના ચેરમેન) રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, કોંગ્રેસ અગ્રણી મીતુલભાઇ દોંગા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર અશ્વિનભાઇ મોલીયા, ઠાકરશીભાઇ ગજેરા, વોર્ડ નં.૬ના કોર્પોરેટર મુકેશભાઇ રાદડીયા, અરવિંદભાઇ ભેસાણીયા તેમજ હીના ફાઉન્ડેશનના ચેરમેન હીનાબેન ભુવા હાજર રહયા હતા.

 આ ટુર્નામેન્ટને સફળ બનાવા ભરતભાઇ પીપળીયા, એડવોકેટ ચેતનભાઇ ચભાડીયા, ડો. પાર્થ ઢાંકેચા, વિશાલ રામાણી, અતુલ કામાણી, કૈલાસ ચભાડીયા, પરેશ લીંબાસીયા, ભુપત કાનાણી, વિમલ મુંગરા, જેકીન હાપલીયા, મિત ગજેરા, કાનજી પટેલ, નીતીન લીંબાસીયા, રણછોડભાઇ ગોંડલીયા, પરેશ લુણાગરીયા, દીલીપ પીપળીયા, દીલીપ મુંગરા, યશ ગજેરા, નીતીન રૈયાણી, વિજય લીંબાસીયા, પરેશ ચભાણીયા, રૂચિત પળપદા, કિશન ચભાડીયા, પરેશ ઢોલરીયા, પીયુસ સોજીત્રા, વષીલ ગીણોયા, મૌલીક પરસાણા વગેરે જહેમત ઉઠાવી હતી. (૪૦.૬)

(2:59 pm IST)