Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

નવા દોઢસો ફૂટ રોડ પર ટેમ્પો ચાલકે બાઇકને ઉલાળતા પ્રજાપતિ રામજીભાઇનું મોત

અકસ્માત થતા ચાલક ટેમ્પો મુકીને ભાગી ગયો

રાજકોટ તા. ર૧ : મવડી ચોકડી નવા દોઢસો ફૂટ રોડ પર  ટાટા ૪૦૭ ટેમ્પોના ચાલકે બાઇક ને ઠોકર મારતા કુંભાર પ્રોઢનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મવડી ચોક ક્રીષ્નાપાર્ક શેરી નં.૯ માં રહેતા રામજીભાઇ ધરમશિભાઇ રૂડકીયા (ઉ.વ.પ૮) ગઇકાલે  પોતાનું બાઇક લઇને કણકોટથી નવા ૧૫૦ ફૂટ રોઠ પર ઇંટેુના ભઠ્ઠેેે કામ અર્થે જતા હતા ત્યાર ેજીજે-૧૦ટીટી ૩૧૫૨ નંબરના ટાટા ૪૦૭  ટૈમ્પોના ચાલકે બાઇક ને ઠોકર મારતા કુંભાર પ્રોઢ ફંગોળાઇ જતા તેને માથા તથા ડાબા પગમાં ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી.જાડેજા તથા રાઇટર પદુભા ગોહીલે મૃતક રામજીભાઇ ના પુત્ર નયનભાઇ ની ફરીયાદ પરથી ટાટા ૪૦૭ ના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે. (૩.૬)

 

(2:58 pm IST)