Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વિરાણી હાઇસ્કૂલ-રાજકોટના સંસ્કૃતના પ્રકાંડ પંડિત શાસ્ત્રી સાહેબને કાલે સવારે ભાવવંદના

ગુજરાતી-હિન્દી-સંસ્કૃત વિષયોના સેંકડો વિદ્યાર્થીઓ શાસ્ત્રી સાહેબને ભાવપૂર્વક યાદ કરે છે

રાજકોટ, તા. ર૧ : વિરાણી હાઇસ્કૂલમાં દાયકાઓ સુધી ગુજરાતી-હિન્દી અને સંસ્કૃતના વિષયો શીખવનાર, એક અદ્ભૂત પ્રતિભા સંપન્ન શિક્ષક તથા સંસ્કૃતના પ્રકાંડ પંડિત પૂ. શાસ્ત્રી સાહેબ તાજેતરમાં તા. ર૧ના રોજ દિવંગત થયા.

તેમની પાસે અભ્યાસ કરી ગયેલા તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમને સ્મૃતિ વંદના આપવા માટે આવતીકાલે રવિવારે રર એપ્રિલે સવારે ૧૦ વાગ્યે (શાર્પ) એક સભાનું આયોજન વિરાણી હાઇસ્કૂલના મધ્યસ્થ ખંડમાં રાખવામાં આવેલ છે.

પૂ. શાસ્ત્રી સાહેબને ભાવવંદના કરવા માટે સહુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા પૂ. શાસ્ત્રી સાહેબના અન્ય ચાહકોને ભાવપૂર્વક કાલે રવિવારે સવારે શાર્પ ૧૦ વાગે વિરાણી હાઇસ્કૂલ-રાજકોટના મધ્યસ્થ ખંડમાં પધારવા શાસ્ત્રી સાહેબના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પ્રશંસકો, ચાહકોને વિનંતી કરી છે.(મો. ૯૮૨૪૨ ૩૨૦૫૦)

ડો. અતુલ રાઠોડ બાળકોના નિષ્ણાંત

(12:19 pm IST)