Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

બાળગૃહમાં રાજાએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતાં ઇજાગ્રસ્ત થયેલા સગીરને દાખલ કરવો પડ્યો

રાજકોટ તા. ૨૧: સ્પેશિયલ હોમ ફોર બોયઝ (બાળ સુધાર ગૃહ)માં હત્યા, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય સહિતના ગુનામાં રખાયેલો અને હાલ ૨૦ વર્ષનો થઇ ગયેલો રાજપાલસિંહ ઉર્ફ રાજો જાડેજા અગાઉ બાળગૃહમાંથી ભાગી ગયા બાદ પોલીસે તેને પકડીને ફરીથી ત્યાં મોકલ્યો હતો. હવે ત્યાંથી મહેસાણા બાળગૃહમાં તેને મોકલવાની કાર્યવાહી થઇ છે. રાજાએ પોતે ભાગ્યો એ પહેલા બાળગૃહમાં એક સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હોઇ તે અંગે અલગથી ગુનો નોંધાયો હતો.આ કૃત્યનો ભોગ બનેલા ૧૭ વર્ષના સગીરને ઇજા થઇ હોઇ જે તે વખતે બાળગૃહમાં તેને સારવાર અપાવાઇ હતી. હવે ફરીથી સારવાર અને મેડિકલ તપાસણી માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પ્રિઝનર વોર્ડમાં રખાયો છે. આ અંગે હોસ્પિટલ ચોકી મારફત એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પહેરો મુકાયો હતો. (૧૪.૫)

(11:33 am IST)