Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

રાજકોટ રેલ્‍વે ડિવીઝનની ત્રણેય પાંખમાં વિરોધ પ્રદર્શન

 AIRF અને WREU ના આહવાન પર પ્રસાશન દ્વારા જે રનિંગ સ્‍ટાફ ને હેરેઝમેન્‍ટ કરવામાં આવે છે. તેના વિરોધ માં રાજકોટ ડિવીઝનની ત્રણેય લોબી માં રાજકોટ માં નિખીલ જોશી, સુરેન્‍દ્રનગરમાં જીતેન્‍દ્ર સતાપરા , ઘનશ્‍યામ સિંહ જાડેજા તથા હાપામાં રાજકુમાર તોમર ના નેતૃત્‍વ હેઠડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું. આ વિરોધ પ્રદર્શન માં તમામ લોબીમાં મોટી સંખ્‍યામાં રનિંગ સ્‍ટાફ હાજર રહ્યા. AIRF/WREUની માંગ છે કે (૧) રનિંગ સ્‍ટાફ ને રનિંગ રુમ માં મોબાઈલ નહી રાખવાનો આદેશ તથા રનિંગ રુમ બહાર નહિ જવા માટે નો આદેશ તુંરત પાછો લઈ લે. (૨) SPAD કેસમાં પણ નિયમ ના અનુપાલના સુનિશ્ચિત કરવામાં આવે. (૩) અનિヘતિ ડ્‍યૂટી અવર્સ કરાવવાનું બંધ કરે. (૪) રનિંગ સ્‍ટાફ ને સમયસર છુટ્ટી અને વિશ્રામ આપવામાં આવે (૫) રનિંગ સ્‍ટાફ છુટ્ટી માંથી આવ્‍યા બાદ સવારે ૬ વાગ્‍યા બાદ રનિંગ આપવામાં આવે. (૬) બ્રિથએનાલાઈજર અને બ્‍લ્‍ડ રિપોર્ટ અલગ આવવા બાદ અનાવશ્‍યક પ્રડપિત કરવાનું બંધ કરે. (૭) દરેક બાબત માં જે CLI ને હેરેઝમેન્‍ટ કરવામાં આવે છે તેને બંધ કરવામાં આવે. આ તમામ માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું.

(10:54 am IST)