Gujarati News

Gujarati News

News of Sunday, 21st March 2021

ઓનલાઇન અભ્યાસ માટે પુત્રીને આપ્યો મોબાઈલ : મિત્રતા કેળવી આરોપીએ કરી છેડતી : ધમકી આપી

ઓનલાઇન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે રાજકોટમાં ચેતવણીરૂપ કિસ્સો

રાજકોટ : કોરોના કાળમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ કરવું ફરજિયાત થયું છે ત્યારે માતા-પિતાને પોતાના સંતાનો માટે મોબાઈલ ખરીદીને આપે છે. પરંતુ ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આડા રસ્તે વળી જતા હોય છે. માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. અહીં ધોરણ.12માં અભ્યાસ કરતી દીકરીને મોબાઈલ આપ્યો હતો. જોકે, મોબાઈલમાં સોશિયલ મીડિયા મારફતે સગીરા સાથે મિત્રતા કેળી યુવકી તેની છેડતી કરી હતી. જોકે, છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી મયુર દ્વારા ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી. સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, કોરોનાના કારણે મારે ઓનલાઇન અભ્યાસ કરવાનો હોય જેના કારણે મારા માતા-પિતાએ મને મોબાઇલ લઇ આપ્યો હતો.

લાલ પાર્કમાં હું મયુરના ઘરે જતા તેણે મારી સાથે બળજબરી કરી નિર્લજજ હુમલો કર્યો હતો. તેમજ કેટલાક ફોટા પણ પાડી લીધા. તેના આવા વર્તનથી હું ગભરાઈ ગઈ હતી તેમજ આ બાબતની વાત મેં કોઈને કરી નહોતી. પરંતુ મારા ભાઈએ મોબાઈલમાં મેસેજ જોઈ જતા ભાઈ અને પિતા મયુરને તેના ઘરે સમજાવવા ગયા હતા.

જ્યારે મારા પિતા અને ભાઈ મયુરના ઘરે પહોંચ્યા ત્યારે મયુરે તેઓને મારા ફોટા તથા મેસેજ વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી તો સાથે જ મારા પિતા અને ભાઈ ને માર પણ માર્યો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અનેક વખત કોરોનાના કારણે શરૂ થયેલ ઓનલાઇન અભ્યાસના અનેક ખરાબ પરિણામો સામે સામે આવી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વે કેટલાક બાળકો ઓનલાઇન અભ્યાસની આડમાં પોર્ન સાઇટ સર્ચ કરતા હોય વિઝીટ કરતા હોય તે પ્રકારના કિસ્સા પણ સામે આવ્યા હતા.

(10:53 pm IST)