Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

વિદેશથી આવેલ યુવકને ઘરના પુરી પરિવાર રવાના : એરપોર્ટ પાસે સોસાયટીમાં રહીશોએ રાત્રે હોબાળો કરતા પોલીસ પહોંચી

બપોરે બંધ મકાન પાસે ત્રણ ગાડી આવી યુવકને અંદર પૂરીને જતા રહ્યાં :રહીશોએ તમામ તંત્રને જાણ કરી છતાં યોગ્ય પ્રત્યુત્તર નહીં !!!!

 

રાજકોટ :કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વિદેશથી આવેલા લોકોને કોરેન્ટાઇન કરવા સાથે સરકારી તંત્ર અપીલ કરી રહ્યું છે કે ત્યારે રાજકોટમાં રેસકોર્ષ પાસે આવેલી પોશ વિવેકાનંદનગર સોસાયટીમાં એક બંધ મકાન પાસે બપોરે ત્રણ ગાડી આવી અને એક યુવકને અંદર પૂરી જતી રહી. જો કે રાત સુધી યુવક બહાર આવ્યો. બાબતે પાડોશીઓએ તપાસ કરતાં યુવક અમેરિકાથી આવ્યો હોવાનું જાણવા મળ્યું.હતું

  બાબતે કોરોના હેલ્પલાઇન ૧૦૪ સહિત આરોગ્ય ખાતું, આરોગ્ય અધિકારી સૌને જાણ કરાઈ, પણ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નહતો. જો કે પરિવારના સભ્યો રાતે ટીફીન દેવા આવતાં સોસાયટીના લોકોએ હંગામો કર્યો હતો. જેના પગલે પોલીસ પણ દોડી આવી હતી, તેમજ આરોગ્ય ખાતાની ટીમ પણ બોલોવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

 સોસાયટીના લોકોના જણાવ્યા મુજબ, રેસકોર્સ પાસે એરપોર્ટ પર નજીક વિવેકાનંદનગર સોસાયટીમાં એક મકાનજલારામ કૃપાબંધ છે. બપોરે ત્રણ ગાડી આવી અને મકાન માલિક સુરેશભાઈ સહિતના કેટલાક લોકો અંદર ગયા. બાદ એક યુવકને અંદર મુકી, મકાનને બહારથી તાળું મારી નીકળી ગયા સાંજ સુધી યુવકને કોઈ લેવા આવ્યું હોવાથી પાડોશીઓને શંકા ગઈ. આથી સામાજિક કાર્યકર તથા રાજકોટ બ્રહ્મસમાજના સેક્રેટરી દિપકભાઈ પંડ્યાએ મકાન માલિક સુરેશભાઈને ફોન કરી પૂછ્યું તો તેમણે કશું હોવાનું કહી વાત ટાળી દીધી. બાદમાં તેમનો ફોન પણ બંધ થઈ ગયો. તેમણે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે, યુવક વિદેશથી આવેલો છે અને મકાનમાં બંધ કરીને લોકો જતા રહ્યા છે.

 આથી શું યુવકમાં કોરોનાના કોઈ શંકાસ્પદ લક્ષણો છે? એવી ચર્ચા ઊઠી હતી. યુવક વિદેશથી આવેલો હોવાથી તંત્રને જાણ કરવા દીપકભાઈ પંડ્યાએ તત્કાલ કોરોના હેલ્પલાઇન ૧૦૪માં ફોન કર્યો, તો જવાબ મળ્યો કે, આરોગ્ય શાખામાં જાણ કરો. આરોગ્ય શાખામાં જાણ કરી તો જવાબ મળ્યો કે અમારામાં ના આવે. અંતે સ્થાનિક કોર્પોરેટરને ફોન કર્યો. બાદ કોર્પોરેટરે મ્યુનિ. નાયબ આરોગ્ય અધિકારી રાઠોડને ફોન કર્યો, તો ત્યાંથી એવો જવાબ મળ્યો હતો કે, અત્યારે આવી શકાય તેમ નથી. સવારે આવીશું.

 એક તરફ સરકાર કોરોના રોકવા અને વિદેશી આવેલા લોકો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોની તત્કાલ જાણ કરવા અપીલ કરે છે, પરંતુ અહીં તો વિદેશથી આવેલો યુવક ભેદી રીતે મકાનમાં બંધ કરી દેવાયો છે અને તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં લેતું નથી, તેવો વસવસો સોસાયટીના સભ્યોએ વ્યક્ત કર્યો.હતો 

 રાતે યુવકને તેના પરિવારજનો ટીફીન આપવા આવ્યા, ત્યારે હકીકત સામે આવી કે, યુવક અમેરિકાથી આવ્યો છે અને એટલે તેને બધાથી ૧૪ દિવસ જાતે અલગ  (ક્વોરનટાઇન) રાખ્યો છે. જો કે સોસાયટીના લોકોએ હોબાળો કરતાં, પોલીસ દોડી આવી હતી અને હકીકતો જાણી હતી. અંતે લખાય છે ત્યારે આરોગ્ય ખાતાની ટીમને પણ બોલાવાઈ હોવાનું જાણવા મળ્યું હતું 

 

(11:45 pm IST)