Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

બુલીયન માર્કેટ

બજારમાં હાલ સોનામાં જબરી તેજી જોવા મળે છે તેવી જ રીતે ચાંદીમાં પણ ઉછાળો જોવા મળેલ છે. વર્ષ દરમિયાન બન્ને ઘાતુઓમાં વધ-ઘટે તેજીની શકયતાઓ બને છે પણ માર્ચ-ર૦ર૦ પછી બજારમાં ર થી ૪ હજાર રૂપિયાની અચાનક વધ-ઘટ જોવા મળે જેથી એમસીએકસ જેવા કાર્યથી દૂર રહેવું. દેશકાળ અને દેશની પરિસ્થતિ પ્રમાણે વધ-ઘટ થઇ શકે છે.

દેશ અને દુનિયા, મહામંદીનો યોગ

વિક્રમ સવંત ર૦૭૬ના ગ્રહોની સ્થિતિ જોતા વૃશ્ચિક લગ્ન છે અને લગ્નમાં ગુરૂ, બુધ, શુક્ર બીરાજમાન છે. તો બારમાં સ્થાનમાં સુર્ય-ચંદ્ર બિરાજમાન છે. બીજા સ્થાનમાં શનિ-કેતુની હાજરી છે અને રાહુ-મિથુન રાશિમાં બીરાજમાન છે. હવે આ બધા ગ્રહોને ધ્યાનમાં લઇને ફળાદેશ કરવા જઇએ તો ગ્રહોની સ્થિતિ વેપારી આલમ માટે નબળો સમય બતાવે છે. ધંધાકીય રીતે બજારમાં સખત મંદી જોવા મળશે જે દરેક ક્ષેત્રને અસરકર્તા રહેશે. લોકો વિદેશ તરફ ખેંચાશે. અહીં એક ગ્રહોનું પરિવર્તન પણ થાય છે. લગ્ન અને લાભેશનો પરિવર્તન યોગ બને છે. અહીં આઠમા સ્થાનનો માલીક પણ બને છે. પ્રજાના મનની અંદર પછી તે ઉદ્યોગપતિ હોય કે કોમનમેન બધા લોકોના મનમાં એક જાતનો અજંપો જોવા મળશે. જમીન-મકાનમાં પણ મંદી બતાવે છે. લોકોને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. બેકારી પણ વધુ રહેશે. લોકો શેર-સટ્ટા કે ઇન્ટ્રાડેથી પાયમાલ થઇ શકે છે. જેથી પોતાના જન્મના ગ્રહો અને પોતાની આવડત પ્રમાણે કાર્ય કરવું કોઇ અંધશ્રદ્ધામાં ન પડવું. કુદરતી આફત, વાવાઝોડું, ભૂકંપ અને આતંકવાદનો સામનો દેશ અને દુનિયાએ કરવો પડશે. સાથે સાથે કોઇ નવી શોધ પણ થશે. જે લોકોને જીવનમાં ખૂબ જ ઉપયોગી રહેશે.

'ગુરૂ'નું રાશિ પરિવર્તન કોરોના વાયરસને નાથી શકશે???

તા. ર૪-૧૦-ર૦૧૯ના અકિલાના વાર્ષિક રાશિ ભવિષ્યમાં પાના નંબર ર૩ ઉપર એક લેખ લખેલ તેમાં

'દેશ અને દુનિયામાં મહામંદીનો યોગ' એ હેડીંગ બનાવીને લખેલ કે હાલ ગ્રહોની સ્થિતિ શેર બજારને પાયમાલ કરી શકે છે, તે ઉપરાંત લોકોના મનમાં વિશ્વની દરેક વ્યકિતના મનમાં એક અંજપો જોવા મલશે, તે બાબતનો નિર્દેશ કરેલો-સાથે સાથે લખેલ કે કોઇ નવી શોધ પણ થશે.

હવે શું

તા. ૩૦ માર્ચ ર૦ર૦ના રોજ બ્રહ્માંડનો સહુથી મોટો ગ્રહ ગુરૂ મકર રાશિમાં પ્રવેશ કરશે અને રાહુની દૃષ્ટિમાંથી છુટો પડશે. જેમ જેમ આગળ વધશે તેમ તેમ ગુરૂનો પ્રભાવ વધશે અને વિશ્વ ઉપરનું સંકટ હળવું થશે અને દૂર થઇ શકે ? તેવા યોગ ગ્રહો બતાવે છે. પશુ-પક્ષી કે જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવાથી પણ ગ્રહોનો પ્રકોપ હળવો જઇ શકે છે.

જયોતિષ : ફોરમ ગાંધી

૭૮૭૮૧ ૭૮૭૮૩

(4:53 pm IST)