Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

રાજકોટના મુખ્ય બજાર એસોસીએશનો દ્વારા સતત ત્રણ દિવસ બંધ રાખવા બદલ તેમના નિર્ણયને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો આવકાર

રાજકોટ તા. ર૧ : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છ. ત્યારે  ભારતની સમગ્ર જનતાની સુખાકારી અને સલામતી માટે શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.રર/૩/ર૦ર૦ રવિવારના રોજ જનતા કફયું જાહેર કરેલ છે જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્૯ ઇન્ડસ્ટ્રી તથા ઔદ્યોગીક એસોસીએશનો અને વિવિધ સંગઠનો દ્વારા આવકારી સંપુર્ણ પણે સહયોગ આપવામાં આવેલ છે. તેનો સંપૂર્ણ પણે અમલ થાય તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તમામ ઔદ્યોગીક એસોસીએશનો, વિવિધ સંગઠનોને જનતા કર્ફયુ એસોસીએશન, રાજકોટને જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશન, લાખાજીરાજ રોડ વેપારી એસોસીએશન ઘી કાંટા રોડ વેપારી એસોસીએશન, કોઠારીયાનાકા વેપારી એસોસીએશન, ગુંદાવાડી રોડ વેપારી એસોસીએશન દ્વારા કોરોનાના કહેરને પહોંચી વળવા રોજ-બરોજ ધમધમતી બજારોને સંપુર્ણ પણ સતત ત્રણ દિવસ (શનીવાર, રવિવાર અને સોમવાર) બંધ જાહેર કરેલ છે. આ નિર્ણય લેવા બદલ તમામ બજાર એસસીએશનનો રાજકોટ ચેમ્બર એન્ડ ઇન્ડસ્ટ્રી આભાર વ્યકત કરે છે.  તથા અન્ય એસોસીએશનો, સંગઠનોને વિનંતી કરવામાં આવે છે. કે શકય હોય તો સોમવાર સુધી બંધ રાખીને કોરોના વાયરસના કહેર સામેની લડાઇમાં સહભાગી બનીએ તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:29 pm IST)