Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

બી. ટી. સવાણી હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે સૂચનો

સામાન્ય રોગ માટે હોસ્પિટલે દોડતા નહિં હોસ્પિટલમાં ખબર કાઢવા જવાનું ટાળો

રાજકોટ તા. ર૧:  COVID-19  (નોવેલ કોરોના વાયરસ) ને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વૈશ્વિક મહામારી જાહેર કર્યા પછી ગુજરાત અને ભારત સરકારે વિવિધ આરોગ્યલક્ષી પગલા ભર્યા છે. એના જ ભાગરૂપે બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ, રાજકોટ તરફથી લોકોને વિનંતિ થઇ છે કે, સામાન્ય દર્દ/રોગ માટે હોસ્પિટલમાં આવવાનું ટાળી નજીકના ડોકટરની સલાહ લ્યે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવા ક્રોનિક રોગના દર્દીઓએ આવતા ૧પ દિવસ સુધી ફેમિલી ડોકટરની સલાહ મુજબ દવાઓ ચાલુ રાખવી. ૬પ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન અને ૧૦ વર્ષથી નાની વયના બાળકો બીનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે અને ઓછામાં ઓછા બે અઠવાડીયા સુધી ઘરમાં જ રહે તેવી અપીલ કરવામાં આવે છે.

હોસ્પિટલની ઇમરજન્સી સુવિધાઓ અને ડાયાલીસીસ રાબેતા મુજબ ચાલુ રહેશે. ઇલેકટીવ સર્જરીઓ ૩૧મી માર્ચ સુધી ડોકટરની સલાહ પ્રમાણે મોકુફ રાખવામાં આવી શકે છે. પરંતુ પોતાના સ્વજનોના હિત અને સ્વાસ્થ્ય માટે રાજકોટ તંત્ર જે પગલા લઇ રહ્યું છે એમાં સાથ-સહકાર આપી હોસ્પિટલ પરનું બીનજરૂરી ભારણ ટાળીએ, બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ તરફથી હેલ્પલાઇન નં. (૦ર૮૧) રપ૬રર૯૯, રપ૬રર૧૭ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેના પર દર્દીઓ સલાહ મેળવી શકશે. ઓ.પી.ડી.માં બતાવવા આવતા પહેલા, ઉપર આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતિ.

તમારા ડોકટર જે સલાહ આપે તેનો ચુસ્તપણે અમલ કરો તેવું પણ સૂચવવામાં આવ્યાનું સીઇઓ ડો. ચેતન મિસ્કી જણાવે છે.

(4:25 pm IST)