Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોનાના કેસ વધે તો સિવિલ સિવાય કયાં-કયાં બેડ વધારી શકાય?...સચિવ રાહુલ ગુપ્તા, કલેકટર, તબિબી અધિક્ષકની બેઠક

રાજકોટઃ નોવેલા કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મહામારી જાહેર કરી છે અને રાજકોટમાં પણ હાલ એક પોઝિટીવ કેસ હોઇ આરોગ્ય તંત્ર ગંભીરતાથી તકેદારીના પગલા લઇ રહ્યું છે. ભવિષ્યમાં આ મહામારીના કેસ વધી જાય તો સિવિલ હોસ્પિટલ સિવાયની સરકાર હસ્તકની બીજી કઇ-કઇ હોસ્પિટલોમાં બેડની સુવિધા વધારી શકાય? તે અંગેની મહત્વની ચર્ચા કરવા આજે મોડી બપોરે સિવિલ હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સચિવ ડો. રાહુલ ગુપ્તા તથા કલેકટર રેમ્યા મોહન અને તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ બેઠક યોજી હતી. ડો. એમ.સી. ચાવડા સહિતના જોડાયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:13 pm IST)