Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કાલે જનતા કર્ફયુમાં જોડાવા ભાજપ કોર્પોરેટરોની અપીલ

લોકોની સુરક્ષા માટે ઝઝુમતાં ડોકટરો,પોલીસ, મ્યુ. સ્ટાફને બિરદાવવાં કાલે સાંજે ૫ વાગ્યે ઘંટારવ કરવા શહેરીજનોને અપીલ

રાજકોટ,તા.૨૧:કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવતિકાલે તા.૨૨ને રવિવારે સમગ્ર ભારતમાં જનતા કર્ફયુની અપીલ કરી છે. જેમાં રાજકોટનાં સર્વે શહેરીજનોને જોડાવો અને આ દિવસે લોકો પોતાના ઘરમાં રહી કોરોના સામેના આ જંગમાં સહયોગ આપે તેવી અપીલ ભાજપના કોર્પોરેટરોએ કરી છે. જેનું સંકલન આ મુજબ છે.

ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી

ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રૈયાણી જણાવે છે કે, આજે વિશ્વ આખું કોરોના વાઇરસથી ચિંતિત છે. કોરોના વાઇરસ ખુબ જ ચેપી છે. કોરોનાને નાથવા માટે વિશ્વના તમામ વૈજ્ઞાનિકો અથાર્ગ પરિશ્રમ કરી રહ્યા છે. કોરોના વાઇરસ માટે સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૨ માર્ચ ૨૦૨૦ રવિવારના રોજ સવાર ૭ થી રાતના ૯ કલાક સુધી જનતા કર્ફયુ રાખવા આહવાન કરેલ છે. ત્યારે ગંભીરતાપૂર્વક કાળજી લઇએ ખાસ કરીને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનોએ ખાસ કરીને ઘરની બહાર નીકળવાનું ટાળવું તેમજ નાના બાળકોને ગાર્ડનમાં કે અન્ય જગ્યાએ બહાર નહિ લઇ જવાં ધારાસભ્યશ્રીએ જણાવેલ છે.

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઇ રામાણી તથાજયાબેન ડાંગર

વોર્ડ નં.૧૩માં કરવા અપીલ કરતા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર તથા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી એક સંયુકત યાદીમાં જણાવે છે કે, વોર્ડ નં.૧૩ની જનતા કર્ફ્યુનો અમલ કરે તેમજ સામાજીક, ધાર્મિક સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપવા જણાવેલ. આ ઉપરાંત સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને વ્યકિતગત પણે પણ આગામી તા.૩૧ માર્ચ સુધી ભીડ થાય તેવા કાર્યક્રમો, પ્રસંગો યોજવા નહિ. અને કોરોના વાઇરસ સામે ગંભીરતાપૂર્વક કાળજી લઈએ અને ખાસ કરીને નાના બાળકો તેમજ ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોને ખાસ કામ સિવાય દ્યરની બહાર ન નીકળે, બિનજરૂરી પણે હોસ્પિટલે જવાનું ટાળે તે માટે તેને તથા તેના કુટુંબીજનોએ પણ તેમની ખાસ કાળજી લેવા અપીલ કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને  કાલે તા.૨૨ના  સવારના ૭:૦૦ થી રાત્રીના ૯:૦૦ સુધી જનતા કર્ફ્યુનો અમલ કરવા અપીલ કરેલ છે.

વોર્ડ નં. ૨નાં કોર્પોરેટરો રાડિયા-ઠાકર-શાહ-દલ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જન આરોગ્યને ધ્યાનમાં રાખી તા.૨૨ માર્ચના રોજ 'જનતા કર્ફ્યુ' જાહેર કરવામાં આવેલ છે. આ જનતા કર્ફ્યુને અમલમાં મુકવા અપીલ કરતા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડાઙ્ખ.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલ દ્વારા જણાવવામાં આવેલ છે કે, આજે વિશ્વ આખું કોરોના વાઇરસથી ચિંતિત છે. કોરોના વાઇરસ ખુબ જ ચેપી છે. લોકો પણ સ્વસ્થ રહે તેની ગંભીરતાપૂર્વક કાળજી લઈએ ખાસ કરીને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનો બને ત્યાં સુધી દ્યરની બહાર નહિ નીકળવા અને કુટુંબીજનોએ પણ તેમની ખાસ કાળજી લેવા તેમજ નાના બાળકોને પણ ગાર્ડનમાં કે અન્ય જગ્યાએ બહાર નહિ લઇ જવાં અપીલ કરવામાં આવે છે.

દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૨ માર્ચ રવિવારના રોજ આખો દિવસ જનતા કર્ફ્યુ રાખવા અપીલ કરેલ છે. વોર્ડ નં.૦૨ના વિસ્તારવાસીઓ પણ તેનું પાલન તે માટે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૬ના કોર્પોરેટર

વોર્ડ નં. ૦૬ના કોર્પોરેટર તથા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, મુકેશભાઈ રાદડિયા, સજુબેન કાળોતરા, દેવુબેન જાદવ દ્વારા જણાવવામાં આવેલ છે કે, આજે વિશ્વ આખું કોરોના વાઇરસથી ચિંતિત છે. કોરોના વાઇરસ ખુબ જ ચેપી છે. લોકો પણ સ્વસ્થ રહે તેની ગંભીરતાપૂર્વક કાળજી લઈએ ખાસ કરીને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનો બને ત્યાં સુધી દ્યરની બહાર નહિ નીકળવા અપીલ કરવામાં આવે છે.

દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૨ માર્ચ રવિવારના રોજ આખો દિવસ વોર્ડ નં.૦૬માં જનતા કર્ફ્યુ રાખવા અપીલ કરેલ છે. તેનું પાલન કરવા વોર્ડ નં.૦૬ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

આશિષભાઇ વાગડિયા

સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા એક યાદીમાં જણાવે છે કે, આજે વિશ્વ આખું કોરોના વાઇરસથી ચિંતિત છે. કોરોના વાઇરસ ખુબ જ ચેપી છે તેમજ હજુ તેની દવા શોધવાનું કાર્ય વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. કોરોના વાઇરસ માટે સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. ખાસ કરીને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનો બને ત્યાં સુધી ઘરની બહાર નહિ નીકળવા અને કુટુંબીજનોએ પણ તેમની ખાસ કાળજી લેવા તેમજ નાના બાળકોને પણ ગાર્ડનમાં કે અન્ય જગ્યાએ બહાર નહિ લઇ જવાં અપીલ કરવામાં આવે છે.

કોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓનો જુસ્સો જળવાઈ રહે તે માટે જનતા કર્ફ્યુના દિવસે સાંજના ૦૫:૦૦ વાગ્યાથી ૦૫ મિનીટ માટે તાળી વગાડી અથવા તો થાળી વગાડીને તેમને પ્રોત્સાહિત કરી સન્માન આપવા પણ અપીલ કરેલ છે.

વોર્ડ નં.૧૭

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જન આરોગ્યને ધ્યાનમાં રાખી તા.૨૨ માર્ચના રોજ 'જનતા કર્ફ્યુ' જાહેર કરવામાં આવેલ છે. આ જનતા કર્ફ્યુને અમલમાં મુકવા વોર્ડ નં.૧૭નાં વિસ્તારવાસી અને કોર્પોરેટર અને પ્લાનિંગ કમિટી ચેરમેન અનીતાબેન ગૌતમભાઈ ગોસ્વામી, વોર્ડ પ્રભારી જીજ્ઞેશભાઈ જોષી, પ્રમુખ જેન્તીભાઈ નોદ્યણવદરા, મહામંત્રી જગદીશભાઈ વાદ્યેલા, યોગેશભાઈ ભટ્ટ તેમજ પૂર્ણ કોર્પોરેટર રાજુભાઈ ફળદુ, જેન્તીભાઈ સરધારા, બટુકભાઈ દુધાત્રા, કીર્તિબા રાણા, ગૌતમભાઈ ગોસ્વામી, ઇન્દ્રજીતસિંહ જાડેજા, વીરેન કાચા, ચિંતનભાઈ ભાલાળા, જયશ્રીબેન મકવાણા, જયપાલભાઈ ચાવડા, કમલેશભાઈ જાદવ સહિતના ભાજપના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

(4:12 pm IST)