Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કલેકટરની અપીલઃ સ્વસ્થ વ્યકિતએ સામાન્ય રીતે માસ્ક પહેરવુ જરૂરી નથીઃ વિટામીન 'સી' યુકત ખોરાક-ફળ-આદુ-લસણ-મરચા ખાવ

રાજકોટ : શ્રી રેમ્યા મોહન, કલેકટરશ્રી રાજકોટની એક યાદી જણાવે છે કે, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા જનહિતમાં દૈનિક પત્રોમાં વારંવાર પ્રસારીત કરવામાં આવતી અખબારી યાદી મુજબ 'સ્વસ્થ વ્યકિતએ સામાન્ય રીતે માસ્ક પહેરવું જરૂરી નથી' ફકત કોરોના વાઇરસના લક્ષણો ધરાવતા વ્યકિતઓએ તેમજ તેમની સાર સંભાર લેતી વ્યકિતઓએ, શરદી-ખાંસીથી પીડાતા વ્યકિતઓને તેમજ તબીબી સારવાર કરતા સ્ટાફે જ માસ્ક પહેરવો આવશ્યક બને છે, જેથી કોરાના વાઇરસના સંક્રમણથી બચવા અંગે ભય રાખવાને બદલે ફકત સાવચેતી રાખવી જરૂરી બની રહે છે. હાલમાં રાજકોટ જિલ્લામાં પ્રયાર્પ્ત માત્રામાં માસ્કનો જથ્થો ઉપલબ્ધ બની રહે છે. કયાંય પણ માસ્કની અછત કે વધુ ભાવ વસુલવામાં ન આવે તે અંગે પુરતી તકેદારી વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવે છે.

જાહેર જનતાએ સ્વેચ્છાએ અનુસરણ કરવું જઇએ, ખોટી અફવાઓ ફેલાવી નહી કે  તે અંગે ખોટી અફવાનું અનુસરણ કરવું નહીં.

'જો શરદી ખાસીથી પીડાતા હો, તો અવશ્ય માસ્ક પહોરો', શ્વાસોશ્વાસની મુળભુત સભ્યતા પાળો, ઉધરસ અને છીક ખાતી વખતે મોંને ઢાકો, વ્યકિતગત સ્વચ્છતા સારી રીતે જાળવો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, સ્પિરીટ આધારીત હેંડવોશનો ઉપયોગ કરવો, વિટામીન 'સી' યુકત ખોરાક જેવા કે ખાટા ફળો, આદુ, લસણ કે મરચા જેવા ગરમ ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવો.

જે વ્યકિતને ઉધરસ કે તાવ હોય તેવી વ્યકિતએ અન્ય કોઇની બહુ નજીકના સંપર્કમાં રહેવું નહીં, જાહેર જગ્યાએ થૂંકવુ નહી, વધારે પડતા ઠંડા - પીણા કે આઇસ્ક્રીમ ખાવા નહિ તેમજ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું તેમજ માસ ગેધરીંગની પ્રક્રિયા અટકાવવા અંગે પુરતા પ્રયત્નો કરવા.

(11:51 am IST)