Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

જુના મનદુઃખમાં લાંબા સમયથી ચાલતી માથાકુટનો હત્યા સાથે અંત હોળીની રાત્રે હિસ્ટ્રીશીટરના સાગ્રીત પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો જાડેજાને છરીના ૧૨ ઘા ઝીંકી ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે ક્રુરતાથી રહેંસી નાંખ્યોઃ આરોપીઓ હાથવેંતમાં

તાલુકા પોલીસે ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલ્યોઃ હત્યા પાછળ છેડતીની વાતો સોશિયલ મિડીયામાં વહેતી થઇ, પરંતુ ફરિયાદમાં આવો કોઇ ઉલ્લેખ નથી

રાજકોટ : હોળીના પર્વની રાત્રે  મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે કુખ્યાત શકિતસિંહ ઉર્ફ પેંડાના સાગ્રીત પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૪)ને પુનિતનગર વૃંદાવન સોસાયટી-૧૫માં રહેતાં રિક્ષાચાલક દરબાર શખ્સ ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા, તેના સગીર પુત્ર સહિતે છરીના ૧૨ જેટલા ઘા આડેધડ પેટ-છાતી-પડખામાં ઝીંકી દઇ ક્રુરતાથી રહેંસી નાંખતા દોડધામ થઇ ગઇ હતી. ૭ થી ૮ ગુનામાં અગાઉ સંડોવાઇ ચુકેલા પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયાને ૩૧મી ડિસેમ્બરે ધર્મેન્દ્રસિંહ સાથે ઝઘડો થયો હતો અને તેનું સમાધાન થઇ ગયું હતું. એ પછી ધર્મેન્દ્રસિંહની દિકરા જયદિપસિંહ સાથે આજથી બે મહિના પહેલા ઝઘડો થયો હતો. ત્યારથી સતત બંને એક બીજાની શેરીમાં જઇ એક બીજાને ધમકીઓ આપતાં હતાં. હોળીની સાંજે ગટીયાએ ધર્મેન્દ્રસિંહના ઘરે જઇ તેના દિકરાને ધમકી આપી હતી ત્યારે ધર્મેન્દ્રસિંહ ઘરે ન હોઇ તેની સાથે ફોનમાં વાત કરી જોઇ લેવાની ધમકી આપી હતી. થોડી વાર રહી બીજી વખત તે સામેથી આવ્યો હતો અને ધર્મેન્દ્રસિંહ સહિતનાએ તૂટી પડી પતાવી દીધાનું બહાર આવ્યું છે. છેડતી મામલે હત્યા થયાની વાતો સોશિયલ મિડીયામાં વહેતી થઇ હતી. પરંતુ પોલીસ તપાસમાં કે ફરિયાદમાં આવી કોઇ બાબતનો ઉલ્લેખ નથી. હત્યારા હાથવેંતમાં હોઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમની રાહબરીમાં પી.આઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ ડામોર, પીએસઆઇ ગઢવી, હર્ષદસિંહ ચુડાસમા, પ્રવિણભાઇ, ભાવેશભાઇ, નગીનભાઇ, હિરેનભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

 

(1:28 pm IST)
  • અભી બોલા અભી ફોક : લોકસભા ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરનાર માયાવતીએ પોતે પી.એમ.ની રેસમાં શામેલ હોવાનું જણાવ્યું :આ અગાઉ સૌપ્રથમવાર યુ.પી.ના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ ધારાસભ્ય તરીકે બાદમાં ચૂંટાઈ આવ્યા હતા તેવો ટ્વીટર મેસેજ વહેતો કર્યો access_time 12:48 pm IST

  • ભરૂચમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલીઓ વિલુપ્ત થતી બચાવવા સ્વૈરિછક સંસ્થાઓ દ્વારા પાણીના 500 કુંડા અને 1000 માળાનું વિતરણ કરાયું: ચકલીના અસ્તિત્વને બચાવવા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો access_time 10:46 pm IST

  • સપા -બસપાના ઉમેદવાર શફીકુર્રરહમાન બર્કનું વિવાદી નિવેદન :કહ્યું વંદેમાતરમના આજે પણ અમે વિરોધી છીએ :ચાર વખત સાંસદ અને યુપી સરકારમાં મંત્રી રહી ચૂકેલા બર્કે મુરાદાબાદમાં કહ્યું કે તેઓ વંદેમાતરમનો ખુલીને વિરોધ કરે છે :પૂર્વ સંસદે કેમરા સમક્ષ ભાર મૂકીને કહ્યું કે તેઓ આજે પણ વંદેમાતરમનો વિરોધ કરે છે :ગત સરકારમાં સંસદમાં ચાલતા રાષ્ટ્રગીતનો વિરોધ કરીને બર્કે વોકઆઉટ કર્યો હતો access_time 12:31 am IST