Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

પુનીતનગરમાં બીમારીના કારણે બેભાન થઇ જતા હરદેવસિંહનું મોત

રાજકોટ : કોઠારિયા ગામ પાસે શ્રી હરી સોસાયટીમાં રહેતા ગરાસિયા યુવાનનું પુનીતનગર વાવડી વિસ્તારમાં બીમારીના કારણે મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ કોઠારીયા ગામ પાસે શ્રી હરિ સોસાયાટીમાં રહેતા હરદેવસિંહ દોલુભા પરમાર (ઉ.વ.૩ર) પુનીતનગર વાવડી વિસ્તારમાં ડી.એચ. જે. કારખાના પાસે બેભાન હાલતમાં પડ્યા હોવાની કોઇએસ જાણ કરતા ૧૦૮ના ઇએમટી ક્રિષ્નાબેેને તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. અરવિંદભાઇએ તપાસ હાથ ધરી હતી. મૃતક હરદેવસિંહ બેભાઇમાં નાના હતા. તે અપરણીત હતા. તેને કમળાની બીમારી હતી તે ગઇકાલે ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયા હતા.

(12:58 pm IST)
  • ગુજરાતના ઉમેદવારોની યાદી લઇ સીએમ વિજયભાઇ રૂપાણી દિલ્હી જવા રવાનાઃ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા પણ રવાના : આવતીકાલે શુક્રવારે સવારે પીએમ મોદી સાથે સીએમ રૂપાણી કરશે ચર્ચા access_time 6:54 pm IST

  • મોડીરાત્રે રાજકોટમાં શક્તિ ઉર્ફે પેંડાનો સાગરીત પાર્થરાજ ઉર્ફે ગટુ જાડેજાની કરપીણ હત્યા :પુનિતનગર પાણીના ટાંકા પાસે પાર્થરાજસિંહ જાડેજાની કરપીણ હત્યા :પેટ અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા ;આરોપી ધર્મેન્દ્રસિંહ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર :150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગર કર્મચારી સોસાયટીમાં શેરી ન,1માં રહેતો 24 વર્ષીય પાર્થરાજસિંહ હરદેવસિંહ જાડેજાની પુનિતનગર પાણીના ટાકા સામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા access_time 11:25 pm IST

  • અભી બોલા અભી ફોક : લોકસભા ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરનાર માયાવતીએ પોતે પી.એમ.ની રેસમાં શામેલ હોવાનું જણાવ્યું :આ અગાઉ સૌપ્રથમવાર યુ.પી.ના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ ધારાસભ્ય તરીકે બાદમાં ચૂંટાઈ આવ્યા હતા તેવો ટ્વીટર મેસેજ વહેતો કર્યો access_time 12:48 pm IST