Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

રેલનગરની આવાસ યોજનામાં ગંદા પાણીની રેલમછેલ

લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપના બંધ બ્લોકમાં ડ્રેનેજ ઉભરાઇઃ આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની ઉગ્ર માંગ

રાજકોટ તા.૨૦: શહેરના વોર્ડ નં. ૩માં રેલનગર વિસ્તારમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં ડ્રેનેજની સમસ્યાનો ઉકેલ લાવવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા માંગ કરવામાં આવી છે.

આ અંગે વોર્ડ નં. ૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં. ૩ 'લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપ' ૨૬/બી માં નં. બી જી/૧૨માં છેલ્લા ૧ માસથી ગંદુ પાણી (લેટ્રીન - ડ્રેનેજ)નું આખા બ્લોકમાં ઉભરાય છે. આ બ્લોક બંધ હાલતમાં છે. સ્થાનિક લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં સુધી કાર્યવાહી થઈ નથી.

વધુમાં ગાયત્રીબાએ જણાવ્યુ હતુ કે, સ્વચ્છતાના બણગા ફુંકતા શાસકો અને સ્માર્ટ સીટીની વાત કરતા આ તંત્રની બેદરકારી છતી થાય છે. આ ગંદકીના કારણે આજુબાજુ રહેવાસીઓમાં રોગચાળાનો ભય ફેલાય રહ્યો છે ત્યારે આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

(3:40 pm IST)
  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST

  • બ્રાઝિલમાં પણ ભારે વરસાદથી તબાહી : બ્રાઝિલમાં ફસાયેલા ૩૦૦૦ લોકોના એરલીફટ કરાયાઃ પુરમાં તણાતા ૧૨ નાગરીકોના મોત નિયજયાઃ પબ્લીક ટ્રાન્સપોર્ટ, મોબાઇલ સેવા પણ બંધ થઇઃ બિમારી ન ફેલાય તે માટે તંત્રએ તૈયારી આરંભીઃ એક જ દિવસમાં સીઝનનો ૭૦ ટકા વરસાદ થયો access_time 6:53 pm IST

  • ભાવનગરઃ મનપાના પૂર્વ નગરસેવકઙ્ગ ગોવિંદ કુકરેજા બન્યા હતા ભોગ : લાંબી સારવાર બાદ થયુ નિધનઃ અનેક લોકો ઢોરના કારણે પામ્યા છે : મોત access_time 6:52 pm IST