Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

એલઆઇસી કર્મચારીઓની ર૮મીએ ૧ કલાકની દેશવ્યાપી હડતાલઃ સૂત્રોચ્ચાર-દેખાવ કરાશે

નવી ભરતી, ફાઇવ ડે વીક, વન મોર ઓપ્શન ફોર પેન્શન, પગાર સુધારણા સહિતના પડતર પ્રશ્નો અને માંગણીઓના નિરાકરણ માટે : વર્ગ-૧,ર,૩ના કર્મચારીઓ જોડાશે : વર્ગ-૩ના AIIEA યુનિયન સભ્યો મોટી સંખ્યામાં એકત્ર થશે

રાજકોટ, તા. ર૧: પોતાના પડતર પ્રશ્નો અને વણઉકેલાયેલી માંગણીઓના નિરાકરણની માંગણી સાથે જીવન વીમા સંસ્થા એલઆઇસી ઓફ ઇન્ડીયાના વર્ગ-૧ના અધિકારીઓ, વર્ગ-રના વિકાસ અધિકારીઓ તથા વર્ગ-૩ના કર્મચારીયુનિયન AIIEAના સભ્ય કર્મચારીઓએ માર્ચ માસના અંતિમ અને જીવન વીમા વ્યવસાય માટે મહત્વના દિવસોમાં જ લડતના મંડાણ કર્યા છે.

આગામી તા. ર૮મીએ બપોરે ૧થી ર વાગ્યા સુધી એક કલાકની હડતાલનું રાષ્ટ્રવ્યાપી એલાન અપાયું છે અને આ એલાનને સફળ સફળ બનાવવા અહીંની એલઆઇસી કચેરીમાં મુખ્ય પ્રવેશદ્વાર સામે જ વર્ગ-૧ના અધિકારીઓ, વર્ગ-રના વિકાસ અધિકારીઓએ વિશાળ સંખ્યામાં એકત્ર થઇ ભારે સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતાં.

નવી ભરતી, ફાઇવ-ડે વીક, વન મોર ઓપ્શન ફોર પેન્શન, પગાર સુધારણા સહિતના પડતર પ્રશ્નો અને માંગણીઓના નિરાકરણ માટે આ લડત શરૂ કરવામાં આવી છે અને તેના પ્રથમ ચરણમાં તા. ર૮મીએ બપોરે એક કલાકની હડતાલનું એલાન અપાયું છે.

વર્ગ-૧, વર્ગ-ર તથા વર્ગ ૩ના કર્મચારીઓને  સંગઠન મજબૂત કરી લડતને સફળ બનાવવા અનુરોધ કરાયો છે.

(4:46 pm IST)