Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ગુજરાતી ફિલ્મ 'વેડિંગ ઇન ગોવા' વિક્રમો સર્જશે

તમામ રસથી છલકતી, ખડખડાટ હસાવતી અને આંસુ છલકાવતી ફિલ્મ ૩૦મીએ રીલીઝ થશે : રાજકોટનો જય ખેતાણી હીરો તરીકેઃ નવા કલાકારો, નવી થીમ, રોમાંચક ફેમિલી ડ્રામાં: કલાકારો 'અકિલા'ની મુલાકાતે : કિર્તિદાન ગઢવી, જીગરદાન ગઢવી, પાર્થ ઓઝાના ગીતો જમાવટ કરશે

તસ્વીરમાં પ્રોડયુસર-ડાયરેકટર રોની રાજહિત, જેની સોની, ગીત બ્રહ્મભટ્ટ, જય ખેતાણી, ચંદ્રેશ ખેરાલિયા, ભાવિની જાની, શિવાંગ બ્રહ્મભટ્ટ વગેરે નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા

રાજકોટ તા. ર૧ : ગુજરાતી દર્શકોને જલ્સો કરાવવા આગામી તા.૩૦ થી એક ગુજરાતી ફિલ્મ રીલીઝ થઇ રહી છ.ે ''વેડિંગ ઇન ગોવા'' ફિલ્મ ગુજરાતી ફિલ્મ જગતના લોકપ્રિયતાના વિક્રમો સર્જે તેવી બની છ.ે

આ ફિલ્મના કલાકારો આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. રાજકોટના જય ખેતાણીએ હીરો તરીકે ભુમિકા ભજવીને અભિનયમાં કમાલ કરી દેખાડી છ.ે

રાજકોટ તા.ર૧ માર્ચ ર૦૧૮ આજે જયારે એક પછી એક ગુજરાતી ફિલ્મો સફળતાના શિખરો સર કરી રહી છે ત્યારે અવનવા ટાઇટલ વાળી ગુજરાતી ફિલ્મો આવી રહી છ.ે આવીજ એક ટાઇટલ વાળી ફિલ્મ ગુજરાતી વેડિંગ ઇન ગોવા ૩૦મી માર્ચે સમગ્ર ગુજરાતમાં રીલીઝ થશે.

સૌપ્રથમવાર કોઇક ફિલ્મના ગીતને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે કેમ કરીને મનાવુ ગીત જે કિર્તિદાન ગઢવી દ્વારા ગવાયું છે. તે કુલ ૪ મિનીટ પ૦ સેકન્ડ સુધી એકજ શોટમાં વગર કોઇ કટ એ શુટ કરવામાં આવ્યું છે જે આજ સુધી બોલીવુંડ ફિલ્મોમાં પણ શકય થઇ શકયું નથી.

આ ફિલ્મ આજની યુવાપેઢીના છોકરા અને છોકરીઓ વચ્ચેનું ઝઘડા, ગુસ્સો, પાગલપન એવા જીવનના અનેક પાસાઓને સમાવી લેતી સમગ્ર પરિવાર સાથે જોઇ શકાય તેવી એક સુસંસ્કૃત અને આનંદી કોમેડી ફિલ્મ છે ફિલ્મ નિતીન થન્કી, ઇન્દ્રસિંઘ રાજપુરોહીત અને ગ્રાંડ ફેમીલી ફિલ્મ દ્વારા રાજહીત પ્રોડકશન ના સહયોગથી બનાવવામાં  આવી છે.આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જય, શીવાંગ બ્રહ્મભટ્ટ, ચન્દ્રેશ, ગીત, ગરીમા, નેહલ, જેની, ભાવીનીબેન અને ચિંતન (બીગબોસમાં જલ્લાદની ભુમિકા કરેલ છે.) છ.ે

ફિલ્મના ગીતોમાં મનનું ગોકુલ મારૂ-પાર્થ ઓઝા અને દર્શના ગાંધી, મલી નજર જો નજરથી જીગરદાન ગઢવી, ચાંદ જેવો ચહેરો-પાર્થ ઓઝા, જીગરદાન ગઢવી, જલ્પા, દવે, નિકીતા શાહ, મયુરી દેસાઇ અને બેલા પટેલ, બેચલર્સ પાર્ટી-સુરજ ચૌહાણ અને રોની રાજહીત, કેમ કરીને મનાવું-કિર્તિદાન ગઢવી, બર્થડે થીમ-ચોરૂસ, ફટના કપલેટ-નિકિતા શાહ અને અભીતા પટેલ અને ગુજરાતી વેડિંગ ઇન ગોવા, થીમ-ચોરૂસ દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મમાં સમીર માના દ્વારા સંગીત આપવામાં આવ્યું છ.ે

ડાયરેકટર રોનીજી કહે છે. કે, આ ફિલ્મ વિશિષ્ટ પ્રકારના ફેમિલી ડ્રામા જેવી  છે દર્શકો ખૂબ હસશે અને રડી પણ પડશે ભાવીની જાની કહે છેકે મેે ૯પ ફિલ્મોમાં અભિનય કર્યો છે.આ ફિલ્મ વિશિષ્ટ પ્રકારની છે દર્શકો માટે પૈસા વસુલ જેવી આ ગુજરાતી ફિલ્મના નિર્માણમાં આધુનિક સિરાટમનો ઉપયોગ થયો છે ''પદ્દમાવતી'' ફિલ્મ જે કેમેરાથી શુટ થઇ એ કેમેરાનો ઉપયોગ કરાયો છે ફિલ્મનું શુટિંગ ગોવા અને અમદાવાદ પંથકમાં થયું છે.

ફિલ્મની સ્ટોરીની વાત કરતા રોનીજી કહે છે .કે લગ્ન પ્રસંગના તમામ રીવાજો આવરી લેવાયા છે. ફટાણાથી માંડીને લગ્નગીતો પણ જમાવટ કરે છ.ે નવા કલાકારોએ કલ્પનાતીત અભિનય આપ્યો છે દરેક સ્તરના દર્શકને મોજ પડી જાય તેવી આ ફિલ્મ ૩૦મીથી માણવા મળશે.

(4:46 pm IST)
  • આધાર કેસમાં દલિલો દરમિયાન એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આધાર યોજના હેઠળ એકત્ર થયેલ તમામ ''ડેટા'' સલામત છે ! આ ''ડેટા''ને એવા બિલ્ડીંગમાં રખાયા છે જેની દિવાલો ૧૦ ફૂટ જાડી છે !! : આધાર કેસમાં અદ્ભૂત-લાજવાબ દલિલ! access_time 4:24 pm IST

  • લંગર ઉપર GST નહી લેવાયઃ પંજાબ સરકારનો મોટો નિર્ણય access_time 3:43 pm IST

  • અફઘાનીસ્તાનના પાટનગર કાબુલમાં યુનિર્વસીટી નજીક કાર બોંબ બ્લાસ્ટઃ ૨૬ના મોત : અફઘાનિસ્તાના કાબુલમાં આત્માઘાતી કાર બોંબ બ્લાસ્ટમાં ૨૫ના મોત, ૧૮ ઈજાગ્રસ્તઃ કાબુલ યુનિ. અને અલી અબાદ હોસ્પિટલ પાસે થયો બ્લાસ્ટઃ નવુ વર્ષની થઈ રહી હતીઃ ઉજવણી access_time 4:47 pm IST