Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

દેવગામ, પીપરડી ખીરસરાના ખેડુતોમાં ભારે રોષઃ ગાંધીનગર રજુઆતની તજવીજ

એઇમ્સ માટે જે જગ્યા બતાવાઇ છે ત્યાં ૩૪૮ હેકટર જમીન માટે નવુ ગતકડુ : જીઆઇડીસીના નવા ગતકડાથી દેવગામ ખીરસરા પીપરડીના લોકોમાં ભારે રોષ

રાજકોટ, તા. ર૧ : જીલ્લાનું તંત્ર કયારે કયુૃ અભિયાન આદરે તેનું કાંઇ નક્કી નથી. દેવગામ પીપરડી તથા ખીરસરામાં જે જગ્યા એઇમ્સ માટે બતાવાઇ છે તે જ જગ્યાએ કોઇ ''એપોલો''ના લાભાર્થે જીઆઇડીસી માટે ૩૪૮ હેકટરની શોધખોળ આદરાતા લોધીકાના આઠેક ગામોના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

આજે બપોરે કલેકટર કચેરી ખાતેથી મળતા અહેવાલો મુજબ ઓચિંતા આદેશો છુટયા છે અને જયાં એઇમ્સ માટેના નગારે ઘા દેવાયા હતા તે જગ્યાએ જીઆઇડીસીના મોટા કારખાનાઓ માટે નજર દોડાવાતા ખેડુતોમાં ધ્રાસ્કો ફેલાયો છે. મળતા અહેવાલો મુજબ અગાઉ નાની જીઆઇડીસી તથા એઇમ્સ માટે જયાં જગ્યા જોવાના નાટકો થયા હતા ફરી ત્યાં ટાયર માટે કોઇ મોટા કારખાનાના લાભાર્થે તજવીજ આદરાયાના ચર્ચાથી દેવગામ પીપરડી, ખીરસરા, રાતૈયા, મોટાવડા, ઇટાળા, છાપરા સહિતના ગામોમાં ખેડૂતોમાં ભય ફેલાયો છે.

જીલ્લા કલેકટર કચેરી, જીઆઇડીસી ત્થા મામલતદાર કચેરીમાં ઓચિંતી ચહલપહલ જોવા મળતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ઉપરાંત ખેડૂતોએ વિરોધ માટે તૈયારીઓ આદર્યાના અહેવાલો મળે છે.

ઉપરોકત  ગામોના ખેડુતો પોતાના વિરોધ નોંધાવવા તથા જમીન સંપાદનની કામગીરીને બ્રેક લગાવવા માટે વાંધો લેવા એકત્રીત થાય તે માટે લાકડીયા તાર વછુટયા છે.

તુર્તમાં જ આ અંગે આંદોલન સહીતના રણશીંગા ફુકાશે તે નિશ્ચિત છે. જીલ્લા તંત્ર ખરેખર કેવુ તૈયારી અને શા માટે તૈયારી કરી રહયું છે તે અંગે પણ છાનાખુણે છાનભીન થઇ રહયાનું જાણવા મળે છે.

(4:45 pm IST)
  • ભારે કરી.... નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારત સામે બાંગ્લાદેશનો પરાજય થયો હતો. વલસાડ તાલુકાનાં વાંકલ ગામે રહેતા નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ બાબરભાઈ પટેલ રવિવાર રાત્રે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચ પત્ની સાથે નિહાળી રહ્યા હતાં. છેલ્લા બોલે છગ્ગો ફટકારતા જ પ્રવિણભાઈનું હ્રદય હુમલો થયો, હોસ્પિટલે જતા રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો. access_time 1:49 am IST

  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • બોલીવુડમાં જેમના લગ્નની ચર્ચા સૌથી વધુ છે એવા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની એક તસવીરે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે. બંના વેડિંગ લૂકનો ફોટો વાઇરલ થયો છે. દીપિકા પાદુકોણના એક ફેન સિદ્ધાંતે સુંદર રીતે ફોટોશોપ કરીને આ તસવીરો તૈયાર કરી છે. આ તસવીરો સાથે અનેક હેશટેગ આપવામાં આવ્યા છે. એક્ટર્સ અથવા તેના પરિવાર તફથી ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું. access_time 1:50 am IST