Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

બારોટ-ચૌહાણ જુથના ૧૭ સેનેટરોના યુનિવર્સિટીના ખર્ચે કાલથી જલ્સા પ્રવાસે

શિક્ષણ વ્યવસ્થા જાળવવાના પ્રચારમાં ડો. કોરાટના પ્રસ્તાવને મંજુરી બાદ ભરપૂર લાભ લેતા આગેવાનો

રાજકોટ, તા. ૨૧ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકીય અખાડો બની ગઈ છે. વિદ્યાર્થી કલ્યાણની પ્રવૃતિને બદલે ભાજપ કોંગ્રેસના આગેવાનો ભાગબટાઈથી ધંધાની સાથે અનેક લાભો મેળવતા હોય છે ત્યારે આવનારી સીન્ડીકેટની ચૂંટણીમાં મતદારોને ખુશ કરવા યુનિવર્સિટીના લાખો રૂપિયાના ખર્ચે ભાજપ કોંગ્રેસના સેનેટ સભ્યો જલ્સા કરવા ચાર દિવસના પ્રવાસે કાલે ઉપડશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા રાજકીય પક્ષો કે જુથવાદ ઘણીવાર ડોકયા કરે છે ત્યારે ખનખનીયા અને મતનું રાજકારણ આવે ત્યારે સૌ એકમેકના પુરક બની જાય છે.

પૂર્વ કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ અને કોેંગી આગેવાન ડો. નિદત બારોટ ભાગબટાઈ અને અન્ય લેવડદેવડ જગજાહેર છે ત્યારે બારોટ અને ચૌહાણ જુથના સેનેટ સભ્યો કાલથી ૪ દિવસ યુનિવર્સિટીના ખર્ચે ચંદીગઢ, સીમલા સહિતના સ્થળે જલ્સા કરવા ઉપડશે. આવતીકાલે જલ્સા પ્રવાસમાં જાનારાઓમાં ડો. નિદત બારોટ, પ્રશાંત ચાવાળા, ધરમ કાંબલીયા, હરદેવસિંહ જાડેજા, ડો. જનકભાઈ મકવાણા, પ્રવીણસિંહ ચૌહાણ, પ્રિયવદન કોરાટ, લીલાભાઈ કડછા, પ્રદીપ ડવ, વિમલ કગથરા, પ્રો. હબીબભાઈ, તોસીફખાન પઠાણ, મિતેશભાઈ અમૃતીયા, રાજદીપસિંહ જાડેજા સહિતનાનો સમાવેશ થાય છે.

(4:44 pm IST)