Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પછાત વિસ્તારના બાળકોએ ફનવર્લ્ડની મજા માણી

રાજકોટ : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ અને જૈન વિઝન દ્વારા મહાવીર જન્મ કલ્યાણકને ઉપલક્ષીને પછાત વિસ્તારના બાળકોની ફનવર્લ્ડમાં પીકનીક યોજાયેલ. ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના વધામણા રૂપે મહિનાભર ઉજવાય રહ્યો છે. તેના ભાગરૂપે ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકોને ફનવર્લ્ડમાં વિવિધ રાઈડ્સ તથા નાસ્તો કરાવીને કિલકિલાટ કરાવી દીધેલ હતો. કાર્યક્રમના દાતા પ્રતિભાબેન મહેતા, ફનવર્લ્ડના પ્રદિપસિંહ ઝાલા પેલીકનના કિશનભાઈ શાહ અને જીનીયસ સ્કુલના ડીવી મહેતાનો સહકાર મળેલ હતો. આ તકે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના અમીનેશભાઈ રૂપાણી, ભાવીનભાઈ ભટ્ટ, મહેશભાઈ ભટ્ટ અને ટીમ જૈન વિઝનના લેડીઝ અને જેન્ટ્સ કમીટીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે.

(4:40 pm IST)