Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વોર્ડ નં. ૧૩ના ડીમોલીશનમાં ભેદભાવઃ શાસક પક્ષના આગેવાનનો આક્ષેપ

શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયા દ્વારા સ્ટે. ચેરમેન પુષ્કર પટેલને રજૂઆત

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનની ટી. પી. શાખા દ્વારા દર બુધવારે એકબાદ એક ઝોનમાં રાજમાર્ગ વાઇઝ કરવામાં આવતી દબાણ અને ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરીમાં આજે સ્વામીનારાયણ ચોક વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા ડીમોલીશનનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયા દ્વારા બાલભવન સહિતના આગેવાનો દ્વારા સ્ટે. ચેરમેન પુષ્કર પટેલને ડીમોલીશનમાં ભેદભાવ રખાયા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સ્ટે. ચેરમેન પુષ્કર પટેલે મ્યુનિ. કમિશ્નર બંછાનિધીપાનીને આ અંગે યોગ્ય કરવા જણાવ્યું હતું.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશનની ટી. પી. શાખા દ્વારા આજે સવારે વોર્ડ નં. ૧૩ ના કૃષ્ણનગર મેઇનરોડ પર પાર્કીંગ-માર્જીનનાં દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભાજપના પ્રફુલભાઇ કાથરોટીયા તથા શૈલેષભાઇ ડાંગર, બાલાભાઇ સહિતના આગેવાનોએ સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે, સ્વામીનારાયણ ચોક વિસ્તારમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ખુબ રહે છે. જેથી વેપારીઓ દ્વારા ઓટા બનાવવામાં આવ્યા છે. એન થોડો સમય આપવા જણાવ્યું હતું. તંત્ર દ્વારા ડીમોલીશનમાં ભેદભાવ રાખવવામાં આવતો હોવાનો અને કોંગ્રેસના ઇશારે ડીમોલીશન થતું હોવાનો આક્ષેપ શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયાએ સ્ટે. ચેરમેન પુષ્કર પટેલને રજૂઆતમાં જણાવ્યું હતું.

આ અંગે સ્ટે. ચેરમેન પુષ્કર પટેલે મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીને યોગ્ય કરવા જણાવ્યું હતું.

(4:28 pm IST)