Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પૂ.ગોસ્વામી પરાગકુમારજીના શ્રીમુખે શુક્રવારથી ત્રણ દિવસીય પુષ્ટિ સત્સંગ : રાત્રીના કાર્યક્રમો પણ યોજાશે

પુષ્ટિમાર્ગીય નાટક કૃષ્ણલીલા, મહારાસ, ભયો શ્રીનાથજી : ભાવિકોને આમંત્રણ

રાજકોટ, તા. ૨૧ : ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર તેમજ પુષ્ટિમાર્ગના આધ્યગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્યચરણ (શ્રી મહાપ્રભુજી)ની પૂર્ણ અનુકંપાથી રામનવમીના પાવન પર્વએ સર્વોત્તમ સેવા સંસ્થાનના સ્થાપના દિવસ અંતર્ગત તા.૨૩ થી ૨૫ (શુક્રથી રવિ) સુધી વરિષ્ઠ આચાર્યવર્ય અનંત શ્રી વિભૂષિત પૂ.ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીની આજ્ઞાથી તૃતીય લાલ શ્રી વલ્લભકુલભૂષણ શિરોમણી પૂ.ગોસ્વામી શ્રી ગોપેશકુમારજીનની સર્વાધ્યક્ષતામાં એવં પૂ. ગોસ્વામીશ્રી પરાગકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં રાજકોટના આંગણે સર્વ પ્રથમવાર પુષ્ટિ સત્સંગનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજયના એવોર્ડ વિજેતા કલાકારોથી સુશજિત વૈષ્ણવધર્મનું પ્રચાર કરતુ પુષ્ટિમાર્ગીય નાટક કૃષ્ણલીલા નૃત્ય નાટીકા એવં પ્રગટ ભયો શ્રીનાથજીનું આયોજન રાખવામાં આવેલ છે.

કથાનો સમય બપોરે ૩:૩૦ થી ૬:૩૦નો રાખેલ છે. તા.૨૩ થી ૨૫ દરમિયાન પુષ્ટિ સત્સંગનો ઉપસ્થિત વૈષ્ણવવૃંદને લાભ મળશે. તેમજ રાત્રી કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે રાત્રે ૯ કલાકે મહારાસ, તા.૨૪ના રાત્રી કાર્યક્રમમાં રાત્રે ૯ કલાકે કૃષ્ણલીલા નૃત્ય નાટીકા તેમજ તા.૨૫ના રાત્રે ૯ કલાકે સુપ્રસિદ્ધ નાટક પ્રગટ ભયો શ્રીનાથજી રાખેલ છે.

આયોજનનું શુભ સ્થળ શ્રી સર્વોત્તમ ધામ ધોળકીયા સ્કુલ પાસે, બાલાજી હોલ પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ કણસાગરા, કમલેશભાઈ અઘેરા, સુરેશભાઈ ચાપાણી, મનસુખભાઈ સાપોવડીયા, રઘુરાજ સીસોદીયા, જેરામભાઈ વાડોલીયા, વ્રજદાસ લાઠીયા, ભરતભાઈ સંચાણીયા, વલ્લભભાઈ કોરડીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:27 pm IST)