Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પતિએ હાજીપીર ઉર્ષમાં જવાની ના પાડતાં પરસાણાનગરના નસીમબેને ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૨૧: જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે પરસાણાનગર-૮માં રહેતાં નસીમબેન ફિરોઝભાઇ બ્લોચ (ઉ.૩૮) નામના મહિલાએ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

નસીમબેનના પતિ ફિરોઝભાઇ ગુલામહુશેન બ્લોચ સ્કૂલવેન હંકારી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે પત્નિને હાજીપીર ઉર્ષમાં જવું હતું. પણ હાલમાં આર્થિક હાલત બરાબર ન હોઇ તેને ત્યાં જવાની ના પાડતાં માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભર્યુ હતું.

પુનમે ભુલથી ડ્રાયકલીનર પ્રવાહી પી લીધું

બીજા બનાવમાં પરસાણાનગર-૧માં રહેતી પુનમ અનિલભાઇ વાડોદરા (ઉ.૨૦) ભુલથી પાણીને બદલે ગ્લાસમાં ભરેલા ડ્રાયકલીનરનો ઘુંટડો પી જતાં ઝેરી અસર થતાં સારવાર માટે દાખલ કરાઇ હતી. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

(4:21 pm IST)
  • લાલુ પ્રસાદની તબિયતમાં સુધારો નહિ દર્શાતા તેમને રિમ્સ હોસ્પિટલમાં લઇ ગયા access_time 4:24 pm IST

  • રાજસ્થાનના પાલીમાં ગણગૌર પુજન માટે લાખોટીયા તળાવ સ્થિત સિરેઘાટ ઉપર બેડા લઈને પાણી ભરવા આવેલ મહીલાઓ તસવીરમાં દર્શાય છે. access_time 3:43 pm IST

  • ભરતસિંહ સોલંકીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો છેઃ તાજેતરમાં તેમના રાજીનામાની જોરદાર અફવાઓ ઉઠી હતીઃ બાદમાં ભરતસિંહે રાજીનામું આપ્યું નહિ હોવાનું જણાવેલ access_time 12:53 pm IST