Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

જય આદ્યાશકિત... નોરતુ ચોથુ

 આસો નવરાત્રીની જેમ ચૈત્રી નવરાત્રીનું પણ અનેરૂ મહત્વ હોય છે. માઇ ભકતો ઉપવાસ, એકટાણા, તપ, જપ અને પૂજન અર્ચન કરી શકિત ઉપસના કરે છે. મંદિરોમાં ઘટ સ્થાપન કરી પાઠ, સ્તુતી, ગરબા ગવાય છે. રાજકોટના પેલેસ રોડ પરના સુપ્રસિધ્ધ શ્રી આશાપુરા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે અનેરા શણગાર કરાયા છે. દરરોજ સવાર સાંજની આરતીમાં દર્શનાર્થીઓની વિશેષ ભીડ જોવા મળે છે. તસ્વીરમાં માતાજીનું દિવ્ય સ્વરૂપ અને મંદીરને કરાયેલ રોશનીનો શણગાર તેમજ દર્શનાર્થીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:20 pm IST)