Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

જૈન વિઝન દ્વારા વીરપ્રભુ મહાવીરના જીવન પ્રસંગોને અનુલક્ષીને ચિત્ર સ્પર્ધા યોજાઇ

રાજકોટઃ જૈન વિઝન દ્વારા પ્રભુ વીર મહાવીરના જન્મ વધામણા અંતર્ગત એક મહિના દરમ્યાન વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા છે. તાજેતરમાં વીર પ્રભુના જીવન પ્રસંગો પર આધારીત ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી જેમાં ત્રણ કેટેગરીમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. એચ. એન. શુકલા, વૈશાલીનગર ખાતે યોજાયેલ દરેકને ગીફટ, નાસ્તો અને સ્પર્ધકના ફોટાઓવાળા સર્ટીફીકેટ અને વિજેતા સ્પર્ધકોને ભવ્ય ઇનામોથી નવાજવામાં આવેલ હતાં. જેમાં 'એ' ગૃપમાં પ્રથમ સાનવી મેહતા ધાર્મી ટોળીયા, ધ્રુવી શાહ, 'બી' ગૃપમાં સૃષ્ટી મહેતા, યુગ શેઠ, પ્રીસા મહેતા, 'સી' ગૃપમાં પાર્શ્વ સંઘવી, કૌશા શાહ, શીના મહેતા, સ્પર્ધકો. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સેવા જાણીતા ચીત્રકાર અને રંગોળીના કલાકાર પ્રદિપભાઇ દવેએ આપેલ તેને સંસ્થાવતી મોમેન્ટો આપીને બીરદાવ્યા હતા. ટીમ જૈન વિઝન ર૦-ર૦ વતી મેહુલભાઇ રૂપાણીનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં વિશાલભાઇ ભીમાણી ઉપસ્થિત રહેલ. આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન વિઝન ર૦-ર૦ ના પ્રોજેકટ ચેરમેન રાજેશભાઇ મહેતા પ્રોજેકટ ડાયરેકટર રાજીવભાઇ ઘેલાણી, નિતિનભાઇ મહેતા તથા નીરવભાઇ અજમેરા તથા જૈન વિઝન ર૦-ર૦ ની ટીમના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

(4:10 pm IST)