Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વિદેશી નાગરીકની જમીન કૌભાંડની તપાસ કરવા પોલીસ કમિશ્નરને અરજી

રાજકોટ તા. ર૧: બ્રિટીશ એન.આઇ.આર. મહેન્દ્રભાઇ મોહનલાલ મારૂની રાજકોટમાં આવેલ કિંમતી જમીનનું કૌભાંડ કરવા અંગે તેઓએ રાજકોટ પોલીસ કમિશ્નરશ્રીને કરેલ ફરિયાદ અરજી અન્વયે આગળ કોઇ તપાસ થોતી ન હોય, આ અંગે ફરિયાદીએ પોતાને થયેલ અન્યાય અંગે તપાસ કરીને તપાસ અપાવવા માંગણી કરી છે.

ફરિયાદ અરજીમાં મહેન્દ્રભાઇ મારૂએ જણાવેલ છે કે, ફોજદારી ઇન્કવાયરી નંબર ૧૯૦/૦૬ના કામનાં તપાસનીસ અધિકારીએ ઇરાદાપુર્વક ૧ર વર્ષ સુધી તપાસ કરી નથી. વિદેશ સ્થિત જમીનના મુળ માલીકની ફરિયાદમાં બોગસ સહિ કરનાર તથા બોગસ મુખત્યારનામું ઉભું કરનાર અને તેનાં સાગ્રીતો સામે પગલા લેવામાં આવતાં ન હોય ફરીયાદી વિદેશમાં હોવા છતાં પાસપોર્ટની એન્ટ્રીઓ સંબંધેની હકીકતો પોલીસ સતાધીશો જાણતા હોવા છતાં અન્ય હકીકતો રેકર્ડ ઉપર આવવા દેતા નથી.

ફરીયાદીએ પોતાની માલીકીની જમીન હડપ કરવા માટે ઘેલાભાઇ ચોથાભાઇ અને તેના સાગ્રીત ભુપેન્દ્રભાઇ નાથાણીએ પુર્વયોજીત કાવત્રું ઘડી જમીન કૌભાંડ આચાર્યાની ફરિયાદ કરેલ જે તે બાર બાર વર્ષો થઇ જવા છતાં માલવીયાનગર પોલીસે ઇરાદાપુર્વક તપાસ કરી નથી તેવો આરોપ કરીને આ અંગે પોલીસ કમિશ્નરને અરજી પાઠવીને ફરીયાદીએ ન્યાય મળવા માંગણી કરી છે.

(4:08 pm IST)
  • અફઘાનીસ્તાનના પાટનગર કાબુલમાં યુનિર્વસીટી નજીક કાર બોંબ બ્લાસ્ટઃ ૨૬ના મોત : અફઘાનિસ્તાના કાબુલમાં આત્માઘાતી કાર બોંબ બ્લાસ્ટમાં ૨૫ના મોત, ૧૮ ઈજાગ્રસ્તઃ કાબુલ યુનિ. અને અલી અબાદ હોસ્પિટલ પાસે થયો બ્લાસ્ટઃ નવુ વર્ષની થઈ રહી હતીઃ ઉજવણી access_time 4:47 pm IST

  • ભરતસિંહ સોલંકીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો છેઃ તાજેતરમાં તેમના રાજીનામાની જોરદાર અફવાઓ ઉઠી હતીઃ બાદમાં ભરતસિંહે રાજીનામું આપ્યું નહિ હોવાનું જણાવેલ access_time 12:53 pm IST

  • કૌભાંડના નાણાની રિકવરી માટે પીએનબી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરશે : દોષિત કર્મચારીઓની ભારત બહારની એસેટ્સ પરત મેળવવા બેન્ક સક્રિય access_time 12:53 pm IST